બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS 2nd ODI: Team India gets a jolt ahead of 2nd ODI, Jasprit Bumrah breaks again
Megha
Last Updated: 01:13 PM, 24 September 2023
ADVERTISEMENT
IND vs AUS 2nd ODI ભારતીય ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી, પરંતુ તે તેના પરિવારને મળવા ગયો છે. આ જ કારણ છે કે તે ઈન્દોર વનડે મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પણ જોવા મળ્યો નહતો.
🚨 UPDATE 🚨: Mr Jasprit Bumrah did not travel with the team to Indore for the 2nd ODI against Australia.
— BCCI (@BCCI) September 24, 2023
He has gone to visit his family and given a short break by the team management. Fast bowler Mukesh Kumar has joined the team as Bumrah's replacement for the 2nd ODI.
Bumrah… pic.twitter.com/4shp3AlXZV
ADVERTISEMENT
ભારતની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા
Australia have elected to bowl against #TeamIndia in the second #INDvAUS ODI.
— BCCI (@BCCI) September 24, 2023
A look at our Playing XI 👇👇
Follow the match - https://t.co/OeTiga5wzy @IDFCFIRSTBank pic.twitter.com/OJ4dBYIEAv
જસપ્રીત બુમરાહની જગ્યાએ આ બોલરને ટીમમાં મળ્યું સ્થાન
ટીમ મેનેજમેન્ટે પણ તેને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે તે ત્રીજી મેચ માટે ઉપલબ્ધ રહેશે. તેમના સ્થાને મુકેશ કુમારને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ ટ્વિટર પર પોસ્ટ કર્યું, "જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે માટે ટીમ સાથે ઈન્દોર ગયો ન હતો. તે તેના પરિવારને મળવા ગયો છે અને ટીમ મેનેજમેન્ટે તેને બ્રેક આપ્યો છે. ફાસ્ટ બોલર મુકેશ કુમાર બીજી ODI માટે બુમરાહના સ્થાને ટીમમાં જોડાયો છે. બુમરાહ રાજકોટમાં યોજાનારી છેલ્લી ODI માટે ટીમ સાથે જોડાશે.'
જસપ્રીત બુમરાહને બીજી વનડેમાંથી આરામ આપવામાં આવ્યો
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે રમી હતી અને તે મેચમાં મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે બુમરાહ બીજી વનડેમાં નહીં રમે અને તેના સ્થાને મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે પણ બીસીસીઆઈએ બીજી વનડે માટે બુમરાહના સ્થાને ફાસ્ટ બોલર મુકેશ કુમાર ટીમમાં સામેલ થયો છે.
જણાવી દઈએ કે ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ 2023 પહેલા તમામ ખેલાડીઓને ફ્રેશ રાખવા માંગે છે.આ કારણે તેને ટૂંકો બ્રેક પણ આપવામાં આવ્યો છે.કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા પણ પ્રથમ બે મેચ માટે ઉપલબ્ધ નહોતા. આ ત્રણ ખેલાડીઓ છેલ્લી વનડે મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે. સારી વાત એ છે કે બુમરાહને આ સમયે ફિટનેસને લઈને કોઈ સમસ્યા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.