ODI સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા એ ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવીને 2-0થી સીરિઝ પર કબજો પણ કર્યો છે. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે.
ODI સીરિઝ બીજી મેચમાં ટીમ ઈન્ડિયા એ ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું
જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા
કાંગારૂની ટીમ બીજી મેચ સાથે સીરિઝ પણ હારી ગઈ
ભારતીય ટીમે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું. આ મેચ ઈન્દોરમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે માત્ર જીત જ નહીં પરંતુ 2-0થી સીરિઝ પર કબજો પણ કર્યો હતો. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે.
કાંગારૂની ટીમ બીજી મેચ સાથે સીરિઝ પણ હારી ગઈ
આ મેચમાં ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં ભારતે મજબૂત બેટિંગનું પ્રદર્શન કર્યું અને નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા. ભારતીય ટીમે આ ઇનિંગમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સૌથી મોટો રેકોર્ડ હતો. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો. જવાબમાં કાંગારૂની આખી ટીમ 217 રનમાં સમેટાઈ ગઈ અને મેચની સાથે જ સીરિઝ પણ ગુમાવી દીધી. ચાલો જાણીએ આ મેચમાં બનેલા 10 ઐતિહાસિક અને આશ્ચર્યજનક રેકોર્ડ વિશે...
- પહેલો રેકોર્ડ એ છે કે ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ટીમે 5 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતીય ટીમે નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 383 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ ઉપરાંત ભારતીય ટીમ વન-ડે ઈન્ટરનેશનલમાં 3 હજાર સિક્સર મારનારી પણ પ્રથમ ટીમ બની ગઈ છે.
- ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર ખેલાડીઓની યાદીમાં કેમેરોન ગ્રીનનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેણે ભારત સામેની બીજી વનડેમાં 26 રનની ઓવર ફેંકી હતી.
- 2013માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ એક ઈનિંગમાં સૌથી વધુ 19 સિક્સર ફટકારી હતી. પરંતુ આજે પણ ભારતે તેની ઇનિંગ્સમાં 18 સિક્સર ફટકારી હતી.
વનડે મેચમાં ભારતીય ટીમ દ્વારા સૌથી વધુ છગ્ગા
19 vs ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ, 2013
19 vs ન્યુઝીલેન્ડ, ઈન્દોર, 2023
18 vs બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન, 2007
18 vs ન્યુઝીલેન્ડ, ક્રાઈસ્ટચર્ચ, 2009
18 vs ઓસ્ટ્રેલિયા, ઈન્દોર, 2023
- ભારતે ODI ક્રિકેટના ઈતિહાસમાં 3000 સિક્સ પણ પૂરી કરી. ODI ફોર્મેટમાં આજ સુધી કોઈ ટીમે 3000 સિક્સર ફટકારી નથી. ભારત આમ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે.