બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS 1st t20i suryakumar yadav became indian to play biggest innings in debut

ક્રિકેટ / IND vs AUS: પ્રથમ T20માં જ સૂર્યકુમારે ધોળા દહાડે તારા દેખાડી દીધા, બન્યો નંબર-1 કેપ્ટન, સહેવાગ પણ પાછળ રહી ગયો

Arohi

Last Updated: 02:04 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS T20I Series: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના સામે ટી20 સીરીઝમાં જીતની સાથે શરૂઆત કરી છે. મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 80 રનની ઈનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા.

  • સૂર્યકુમારે પહેલી મેચમાં જ બનાવી દીધો રેકોર્ડ
  • બન્યા નંબર-1 કેપ્ટન 
  • સહેવાદને પણ છોડી દીધો પાછળ 

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના સામે જીતની સાથે શરૂઆત કરી છે. ભારતીય ટીમે 5 મેચોની ટી20 સીરિઝ પહેલા મેચમાં કંગારૂ ટીમને 2 વિકેટથી હરાવી. મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા રમતા 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોશ ઈંગ્લિશે 110 રનની તાબડતોબ ઈનિંગ રમી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ લક્ષ્યને 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને પુરો કર્યો. સૂર્યકુમારે 42 બોલ પર 80 તો ઈશાન કિશને 39 બોલ પર 59 રન બનાવ્યા. 

કેપ્ટન તરીકે પહેલી મેચ 
સૂર્યકુમાર યાદવની આ કેપ્ટન તરીકે પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચ હતી. તે ભારતની તરફથી કેપ્ટન્સી ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઈનિંગ રમનાર ખેલાડી બની ગયા છે. સૂર્યાએ 42 બોલ પર 190ના સ્ટ્રાઈક રેટથી 80 રન બનાવ્યા. 9 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા. 

આ પહેલા ટી20 ઈન્ટરનેશનલના ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ કેએલ રાહુલે પોતાના નામે કર્યો હતો. તેમણે અફઘાનિસ્તાન સામે 62 રન બનાવ્યા હતા. અન્ય કોઈ ભારતીય કેપ્ટને ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચુરી નથી મારી. 

ધવન અને સહવાગને છોડ્યા પાછળ 
શિખર ધવને કેપ્ટન તરીકે પોતાના ડેબ્યૂ ટી20ના મેચમાં શ્રીલંકાના સામે 46 રન બનાવ્યા. તેના ઉપરાંત વીરેન્દ્ર સરહેવાગે 34, અજીંક્ય રહાણેએ 33, વિરાટ કહોલીએ 29, ઋષભ પંતે 29, સુરેશ રૈનાએ 28, ઋતુરાજ ગાયકવાડે 25, હાર્દિક પંડ્યાએ 24 તો રોહિત શર્માએ 17 રન બનાવ્યા હતા. કેપ્ટન તરકી જસપ્રીત બુમરાહ અને એમએસ ધોનીને પહેલી મેચમાં બેટિંગની તક જ ન હતી મળી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ