બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS 1ST ODI: Team India beat Australia in Mohali after 27 years to become No. 1 in all three formats

ક્રિકેટ / IND vs AUS 1ST ODI: 27 વર્ષ બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયાને પછાડી ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં બન્યું નંબર 1, તોડ્યા અનેક રેકોર્ડ્સ

Megha

Last Updated: 09:24 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs AUS : 1996 બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ માત્ર સીરિઝમાં 1-0ની લીડ નથી મેળવી પરંતુ તે વનડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ પણ બની ગઈ છે.

  • ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું 
  • 1996 બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે
  • મોહમ્મદ શમી અને શુભમન ગીલે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા
  • ટીમ ઈન્ડિયા ક્રિકેટના દરેક ફોર્મેટમાં નંબર વન બની ગઈ 

કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. 1996 બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ માત્ર સીરિઝમાં 1-0ની લીડ નથી મેળવી પરંતુ તે વનડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ પણ બની ગઈ છે. આ સિવાય મેચમાં સારૂ પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી અને શુભમન ગીલે પણ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.

મોહમ્મદ શમીએ ભારત માટે શાનદાર બોલિંગ કરી
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેવિડ વોર્નરની અડધી સદીના આધારે કાંગારુઓએ 276 રન બનાવ્યા હતા તો મોહમ્મદ શમીએ ભારત માટે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી હતી. ટીમ ઈન્ડિયાએ 8 બોલ બાકી રહેતા આ સ્કોરનો પીછો કરી લીધો હતો. ઓપનર શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ ઉપરાંત કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે ભારત તરફથી અડધી સદી ફટકારી હતી. આવો એક નજર કરીએ ભારત vs ઓસ્ટ્રેલિયા પ્રથમ વનડેમાં બનેલા કેટલાક અદ્ભુત રેકોર્ડ પર-

મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.

  • - છેલ્લા 27 વર્ષમાં મોહાલીના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વખત હરાવ્યું હતું. 
  • - મોહમ્મદ શમી 16 વર્ષમાં પહેલીવાર ભારતીય ધરતી પર 5 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલા ઝહીર ખાને 2007માં આ સિદ્ધિ મેળવી હતી.
  • - ઓપનિંગ બેટ્સમેન તરીકે શુભમન ગિલનો ODI ક્રિકેટમાં આ 13મો 50+ સ્કોર હતો .ODI ક્રિકેટની પ્રથમ 30 ઇનિંગ્સમાં ગિલે સચિન તેંડુલકર (12) ને પાછળ છોડીને ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ 50+ સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
  • - શુભમન ગિલે વર્ષ 2023માં 42 સિક્સર ફટકારી છે. તે રોહિત શર્મા (43)ની બરાબરી કરતાં માત્ર એક ડગલું દૂર છે. જો ગિલ આગામી વનડેમાં બે સિક્સર ફટકારે છે તો તે આ વર્ષે ભારત માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની જશે.
  • - ODI ક્રિકેટમાં 34 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવનાર ગિલ બીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં 1813 રન બનાવ્યા છે. આ યાદીમાં હાશિમ અમલા 1834 રન સાથે પ્રથમ અને બાબર આઝમ 1689 રન સાથે ત્રીજા સ્થાને છે.
  • - ODI ક્રિકેટમાં રન ચેઝ દરમિયાન ત્રીજી વખત 4 ભારતીયોએ અડધી સદીની ઇનિંગ્સ રમી છે. શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે અર્ધસદી ફટકારી હતી. આ પહેલા ભારતીય બેટ્સમેનોએ 2006 અને 2008માં ઈંગ્લેન્ડ સામે આવું કર્યું હતું.
  • - ભારત સામેની આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાએ મોહાલીમાં રમાયેલી સાતમાંથી છ વનડે જીતી હતી, જેમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની 1996ની વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ન્યુઝીલેન્ડ સામેની 2006ની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલનો સમાવેશ થાય છે.
  • - 2011ના વર્લ્ડ કપ બાદથી, ટાર્ગેટનો પીછો કરતી ટીમોએ મોહાલીમાં સાતમાંથી છ ODI મેચ જીતી છે.
  • - ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 142 રન જોડ્યા હતા.ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ઓપનરોની આ અત્યાર સુધીની 5મી સૌથી મોટી ભાગીદારી છે.
  • ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો 
    ટીમ ઈન્ડિયા ક્રિકેટના દરેક ફોર્મેટમાં નંબર વન બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે મોહાલી વનડેમાં જીત મેળવી છે અને આ સાથે ઈતિહાસ પણ રચ્યો છે. ભારતીય ટીમ હવે વનડેમાં પણ નંબર-1 ટીમ બની ગઈ છે અને હાલમાં ટીમ ઈન્ડિયા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવતાની સાથે જ પાકિસ્તાનને નંબર-1ના સ્થાન પરથી હટાવી દીધું છે.

    ICC  રેન્કિંગ

    શુક્રવારે મોહાલીમાં રમાયેલી ODI મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા આયોજિત આ 3 મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા હવે 1-0થી આગળ છે. એશિયા કપ પછી જ ભારત નંબર-1 બનવું સ્પષ્ટ થઈ ગયું, આ મેચમાં માત્ર વિજયની રાહ જોવાઈ રહી હતી.

    ત્રણેય ફોર્મેટમાં ભારતનું ગૌરવ

    જો તમામ ફોર્મેટની વાત કરીએ તો હાલમાં ભારત 264 રેટિંગ સાથે T-20માં નંબર-1 પર છે જ્યારે ઈંગ્લેન્ડ 261 રેટિંગ સાથે નંબર-2 પર છે. જ્યાં ટેસ્ટમાં ભારત 118 રેટિંગ સાથે નંબર-1 પર છે, ઓસ્ટ્રેલિયાના પણ એટલા જ પોઈન્ટ છે પરંતુ તે બીજા નંબર પર છે. હવે વારો ODIનો હતો, અગાઉ પાકિસ્તાન અહીં નંબર-1 પર હતું પરંતુ એશિયા કપમાં તેની કારમી હાર બાદ તેનું હટવું નિશ્ચિત હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા એશિયા કપ જીત્યો અને પછી મોહાલી વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. આ સ્થિતિમાં તેના 116 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે પાકિસ્તાનના 115 રેટિંગ પોઈન્ટ છે. વર્લ્ડકપની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાએ એક નવો માઈલસ્ટોન હાંસલ કરી લીધો છે.

    ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

    જો મોહાલીમાં રમાયેલી ODI મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અહીં બોલિંગ પસંદ કરી હતી અને ઓસ્ટ્રેલિયાએ 276 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી જ્યારે શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ICC રેન્કિંગ IND Vs AUS IND vs AUS 1st ODI IND vs AUS ODI Series IND vs AUS news Team India ટીમ ઈન્ડિયા ભારત ઓસ્ટ્રેલિયા પહેલી વનડે IND vs AUS ODI Series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ