બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IND Vs AFG: Team India to be announced next week, T20 captaincy issues

IND Vs AFG / આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, T20માં કેપ્ટનશિપને લઈને પેંચ ફસાયો, આ દિગ્ગજને ફરી સોંપાઈ શકે છે કમાન

Pravin Joshi

Last Updated: 08:04 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જઈ રહી છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે.

  • અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે 
  • ભારત અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝ રમાશે
  • BCCI આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે 
  • ભારતીય ટીમની કેપ્ટનશીપને લઈને મોટી સમસ્યા

ભારત vs અફઘાનિસ્તાન T20 સિરીઝઃ અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જઈ રહી છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આ સીરીઝ પહેલા ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની કેપ્ટનશીપને લઈને મોટી સમસ્યા છે. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ પંડ્યા ટીમની બહાર છે. અહેવાલો અનુસાર, હાર્દિક અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી પણ બહાર રહી શકે છે. હાર્દિક બાદ સૂર્યકુમાર યાદવ પણ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં તેના રમવાની શક્યતા ઘણી ઓછી છે. હવે મોટો સવાલ એ છે કે અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કોણ હશે.

રોહિત શર્મા વાપસી કરી શકે છે

હાર્દિક અને સૂર્યકુમારની ઈજાઓ બાદ એવી આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી શકે છે. રોહિત શર્મા ફરી ટી-20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા સાથે અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ટીમની કેપ્ટનશીપને લઈને લાંબી ચર્ચા થઈ હતી. જો કે ટીમનું નેતૃત્વ કોણ કરશે તે પસંદગીકારો પર નિર્ભર છે. પરંતુ ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી ટીમ માટે ઘણી મહત્વની છે.

કંઇક આવી હોઇ શકે છે આ વર્ષની બેસ્ટ વનડે ટીમ, ટીમ ઇન્ડિયાના આ 5 ખેલાડીઓને  મળી શકે છે ચાન્સ | Best ODI team of 2023 is like this, 5 players of Team

રોહિત એક વર્ષથી T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી

રોહિત શર્મા છેલ્લા એક વર્ષથી એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. રોહિત શર્મા છેલ્લે ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. ODI વર્લ્ડ કપ બાદ રોહિતે BCCIને વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી બ્રેક માંગી હતી. હાલમાં રોહિત દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે ચાહકોને આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ