બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / સુરત / Increased rate of heart attack: Two more people died in Gujarat

દુઃખદ / સુરતમાં 35 વર્ષીય યુવક, રાજકોટમાં 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત, કામ કરતા-કરતા એકાએક ઉપડ્યો છાતીમાં દુ:ખાવો

Malay

Last Updated: 12:33 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુંઃ સુરતમાં કલર કામ કરતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત, તો રાજકોટમાં મોડી રાત્રે 60 વર્ષીય વૃદ્ધને ઉપડ્યો છાંતીમાં દુખાવો.

  • વેસુમાં 35 વર્ષીય વ્યક્તિનું હાર્ટઅટેકથી મોત
  • કામ કરતા કરતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો
  • યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી
  • રાજકોટમાં 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત 

Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. હોર્ટ એટક શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. હવે નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે. ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે, તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા ઢળી જાય છે, જેનું કારણ તપાસીએ ત્યારે માલૂમ પડે છે કે, હૃદયરોગના અચાનક હુમલાથી આ મૃત્યુ થયું છે. આજે ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવ્યા છે. સુરતમાં 35 વર્ષીય યુવક અને રાજકોટના 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયું છે. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

કલર કામ કરતી વખતે ઉપડ્યો હતો દુખાવો
મળતી માહિતી અનુસાર, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર કામ કરતી વખતે અચાનક ધર્મવીરને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ સાથે કામ કરતા અન્ય કામદારો તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

મૃતક ધર્મવીર

ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા
આ દરમિયાન હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ ધર્મવીરને મૃત જાહેર કર્યા હતા. તો ડોક્ટરની પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. 35 વર્ષીય ધર્મવીરનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

60 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત 
હાર્ટએટેકથી મોતનો બનાવ રાજકોટમાંથી પણ સામે આવ્યો છે. જેમાં શહેરના સંતકબીર રોડ પર રહેતા 60 વર્ષીય વૃદ્ધને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં તેઓેને સારવાર મળે તે પહેલા જ તેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 

હૃદય ધબકારો કેમ ચૂકી જાય છે?
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના દર્દીઓ પણ વધ્યા છે. વર્તમાન સમયનો તણાવ કહો કે જીવનશૈલી પરંતુ હૃદયરોગના હુમલાઓનું વધતું પ્રમાણ આજની પેઢી માટે ચિંતાજનક છે તે વાતનો ઈન્કાર ન થઈ શકે. છેલ્લા બે દાયકામાં નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે. ચરબી જામી જવી હૃદયરોગના હુમલા પાછળનું કારણ છે.  ચરબી જામવાથી નળી સાંકડી થાય છે જે સરવાળે હાર્ટ અટેકમાં પરિણમે છે. નવી પેઢી આરોગ્ય પ્રત્યે સભાન પરંતુ તણાવ વધ્યો. બહારનો ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું. તેમજ ધૂમ્રપાનનું પ્રમાણ યુવા પેઢીમાં વધ્યું છે.  હૃદયને લોહી પહોંચાડતી નળી તણાવને કારણે ખરબચડી બની શકે છે. કસરત કરવાની પરાકાષ્ઠા આવે ત્યારે ચોક્કસ હોર્મોન સક્રિય થતા હોય છે. આવા હોર્મોન્સ સ્ટ્રેસ માટે પણ જવાબદાર હોય છે જેથી હાર્ટ અટેક આવી શકે છે. ખોરાકમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નુકસાનકારક સાબિત થાય છે. એકના એક તેલમાં તળેલી વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે. ટ્રાન્સફેટ ચરબીના થર જમાવી દે છે.

અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો
હાર્ટઅટેકના વધતા કેસ પર અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા તેમજ સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે. અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે. ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે. 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ