બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Increased levels of air pollution, Air Quality Index crosses 100 in Ahmedabad

પ્રદુષણ / દિલ્હી બાદ અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત, જુઓ કયા વિસ્તારમાં કેટલો છે એર ક્વોલિટી ઇન્ડેક્સ

Kiran

Last Updated: 09:02 AM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને રાજ્યના મોટા શહેરોમાં વધતુ જતુ પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે ત્યારે દિવાળી જેવા તહેવારોમાં પ્રદુષણની માત્રા વધી જાય છે, અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર પહોંચ્યો

  • અમદાવાદમાં હવા બની પ્રદૂષિત
  • એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર
  • પ્રદૂષણ દર્શાવતા બોર્ડ બંધ હાલતમાં

દેશ અને રાજ્યમાં પ્રદુષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે, તેમાય મોટા શહેરોમાં વધતુ જતુ પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. સામાન્ય દિવસોમાં વાહનોના ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે પરતું તહેવારોની સિઝનમાં આ પ્રદુષણની માત્રા વધી જતી હોય છે તેમાય તે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ, દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામા ભળે છે, ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધી જાય છે. 



 

દિલ્હી બાદ અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત

દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત, શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર પહોંચી ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે, રાખખડમાં  AQI 163 અને નવરંગપુરામાં AQI 116ને પાર જોવા મળી રહ્યો છે, તો  એરપોર્ટ વિસ્તારમાં AQI 115 પર પહોંચ્યો છે, એરપોર્ટ વિસ્તારમાં AQI 115 પર પહોંચ્યો આ તરફ ગિફ્ટ સિટીમાં AQI 125 પર પહોંચ્યો છે. 

અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર

આમ દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર પહોંચ્યો છે. કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં પ્રદૂષણ દર્શાવતા બોર્ડ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી ત્યાં પ્રદુષણના સ્તરને જાણ શકાતું નથી, પરતું શહેરમાં પ્રદુષણ વધે છે તેવું  એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ દર્શાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં વાહનો, મીલો, તેમજ કારખાનાઓ દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોય છે તેમાય હવે દિવાળી જેવા તહેવારોમાં ચાઈનિઝ ફટાકડાને કારણે ધ્વનિ પ્રદુષણ અને વાયું પ્રદુષણની માત્રા વધી જાય છે. 

શહેરમાં પ્રદૂષણ દર્શાવતા બોર્ડ બંધ હાલતમાં

અમદાવાદના વિવિધ વિસ્તારો જેવાકે બોપલ, સેટેલાઈટ, ઈસ્કોન, એસજી.હાઈવે સહિતનાવિસ્તારોમાં એર ક્વોલિટી સતત ખરાબ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ શહેરના ચાંદખેડા, પીરાણા,રખિયાલ, રાયખડ અને એરપોર્ટ સહિતના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યો છે કે શહેરોમાં પ્રદુષણની માત્રા વધી છે. જેના કારણે બાળકોમાં, વૃદ્ધોમાં, અસ્થમાના રોગોનું પ્રમાણ વધે છે. તેમજ સ્વચ્છ હવા ન મળવાને કારણે સ્વાસ્થ્ય પણ જોખમાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ