બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / increase in heart attack cases after Corona? Union Health Minister stated the reason

ખુલાસો / શું ખરેખર કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં થયો છે વધારો? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કારણ

Megha

Last Updated: 09:43 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું 'ICMRએ વિગતવાર અભ્યાસ કર્યો છે, કોરોનાની ચપેટમાં આવેલ લોકોએ થોડા સમય માટે સખત કસરત કરવાનું ટાળવું જોઈએ.

  • ગુજરાતમાં હાર્ટ એટેકના ઘણા કેસો સામે આવી રહ્યા છે
  • સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું
  • આવા લોકોએ સખત કસરત કે કામ કરવાનું ટાળવું

છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં હાર્ટ એટેકના ઘણા કેસો સામે આવી રહ્યા છે. અ બધાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડ સમયગાળા દરમિયાન જે લોકો સંક્રમિત થયા હતા તેમને જરૂર કરતાં વધુ મહેનત ન કરવાની સલાહ આપી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના અભ્યાસને ટાંકીને માંડવિયાએ જણાવ્યું હતું કે આવા લોકોએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી વર્કઆઉટ કરવાનું અને દોડવાનું ટાળવું જોઈએ. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ સતત સામે આવી રહ્યા છે. યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગયા અઠવાડિયે તેમની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે સરકારે હાર્ટ એટેકના કેસોનું વિશ્લેષણ કરવું જોઈએ. રાજ્યમાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ પણ નોંધાયા હતા.

આરોગ્ય મંત્રીની સલાહ:
ભાવનગરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું 'ICMRએ વિગતવાર અભ્યાસ કર્યો છે, કોરોનાની ચપેટમાં આવેલ લોકોએ થોડા સમય માટે વધુ મહેનત કરવાનું ટાળવું જોઈએ. જે લોકો અગાઉ ગંભીર કોવિડ -19 સંક્રમિત થયા હતા તેઓએ હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ પડતી શારીરક કસરત કે કામ ન કરવું જોઈએ.'

નોંધનીય છે કે તાજેતરમાં રાજ્યમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે કેટલાય લોકોના મોત થયા છે, જેમાં નવરાત્રીના તહેવાર દરમિયાન 'ગરબા' રમતા હાર્ટ અટેક આવવાની ઘણી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ કેસો પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 'કાર્ડિયોલોજિસ્ટ' સહિતના તબીબી નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.

પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભાવનગર પહોંચ્યા હતા. હાર્ટ એટેકના વધતા જતા કેસ અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં મનસુખ માંડવિયાએ ICMR અભ્યાસનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ICMRનો આ અભ્યાસ તદ્દન વિગતવાર છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકના સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ