બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Increase in cases of diarrhea and vomiting in Ahmedabad gujarati news

સાચવજો / અમદાવાદમાં વકર્યો પાણીજન્ય રોગચાળો, માત્ર એક મહિનામાં ઝાડા-ઉલટી અને ટાઈફોડના કેસમાં ધરખમ વધારો

Dhruv

Last Updated: 03:39 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એકવાર ફરી કોરોનાના કેસો વચ્ચે પડી રહેલી ગરમી વચ્ચે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

  • ગરમીમાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
  • મે મહિનામાં ઝાડા-ઉલટીના 395 તો કમળાના 48 કેસ નોંધાયા
  • વર્ષ 2022માં ઝાડા ઉલટીના 1957 કેસ નોંધાયા

એક તરફ રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નાંમ નથી લઇ રહ્યાં છે. બીજુ બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એમાંય સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે ત્યારે અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

વર્ષ 2022માં ઝાડા-ઉલટીના 1957 કેસ નોંધાયા

અમદાવાદમાં વધતા જતા તાપમાન વચ્ચે ઝાડા-ઉલટીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ માસમાં ઝાડા ઉલટીના કેસ ગત માસ કરતા કેસોમાં વધારો છે. મે મહિનામાં ઝાડા ઉલટીના 395 અને કમળાના 48 કેસ નોંધાયા છે. મે મહિનામાં શહેરમાં ટાઈફોડના 111 કેસ નોંધાયા છે. તો વર્ષ 2022માં ઝાડા-ઉલટીના 1957 કેસ નોંધાયા છે. 2022માં કમળાના 534 અને ટાઈફોઈડના 550 કેસ નોંધાયા છે.

મે મહિનામાં 14 દિવસમાં ઝાડા ઉલ્ટીના 395 જેટલાં કેસો નોંધાયા છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી 331 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં સરસપુર, દાણીલીમડા, ગોમતીપુર, કુબેરનગર અને શહેરના કોટ વિસ્તારમાં પાણીના સેમ્પલો અનફિટ આવ્યા છે. નોંધનીય છે કે, ગરમીના કારણે ઝાડા-ઉલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગો થાય છે. ગરમી વધતાં શહેરમાં હજુ પણ પાણીજન્ય રોગોમાં વધારો થાય તો નવાઇ નહીં.

ચાલુ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો

આ અંગ AMCના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, 'શહેરમાં ચાલુ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં ઝાડા-ઉલટી અને ટાઇફોઇડના કેસો વધારે છે. ઝાડા-ઉલટીના 395, ટાઇફોઇડના 111 કેસો તો કમળાના 48 નોંધાયા છે. શહેરમાં જ્યાંથી પણ પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.'

ક્લોરિનની ગોળીઓનું વેચાણ થઇ રહ્યું છે

AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 796 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10 જેટલાં સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલો મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ક્લોરિનની ગોળીઓનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ