બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Income tax return ITR 2 ITR 3 form released by cbdt

તમારા કામનું / ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા CBDTએ જાહેર કર્યા ITR-2 અને ITR-3 ફોર્મ, કોની માટે આ નિયમ લાગુ પડશે?

Arohi

Last Updated: 11:49 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: સીબીડીટીએ ઈનકમ ટેક્સ રિટર્નના ફોર્મ 2 અને ફોર્મ 3ને જાહેર કરી દીધુ છે. તેના માટે નોટિફિકેશન પણ જાહેર થઈ ચુક્યું છે. જાણો આ બન્ને ફોર્મ વિશે.

  • CBDTએ જાહેર કર્યું ITR-2 અને ITR-3
  • જાણો કોને ભરવું પડે છે આ ફોર્મ 
  • રિટર્ન ફાઇલ કરવા કોને લાગુ પડે છે આ નિયમ 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ઈનકમ ટેક્સ રિટર્ન માટે નવા ફોર્મ જાહેર કર્યા છે. તેના માટે CBDTએ ઈ-ગેજેટમાં નોટિફિકેશન પણ જાહેર કરી છે. આઈટીઆર-2 ફોર્મ એ લોકોને ભરવાનું રહેશે જેમને કેપિટલ ગેન્સ ઈનકમ થઈ છે અને તે આઈટીઆર-1 ફોર્મ નથી ભરી શક્યા. તેના ઉપરાંત આઈટીઆર-3 ફોર્મ તેમને ભરવાનું રહેશે જેમને બિઝનેસ કે પ્રોફેશનથી આવક થઈ છે. 

આ બન્ને ફોર્મને ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. જો ટેક્સપેયરને ઈનકમ ટેક્સ ઓડિટ કરવાનું છે અને તેમને બિઝનેસથી આવક થઈ છે તો આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2024 રહેશે. 

આ લોકો માટે હશે આઈટીઆર ફોર્મ-2 
ઈનકમ ટોક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ અનુસાર, આઈટીઆર-1 ફોર્મ ન ભરનાર વ્યક્તિઓ કે હિંદૂ અનડિવાઈડેડ ફેમિલીને આઈટીઆર-2 ભરવાનું રહેશે. આવા વ્યક્તિ કે એચયુએફ, જેમની પાસે બિઝનેસ કે પ્રોફેશનના લાભ અને લાભથી થતી આવક નથી. 

સાથે જ તેમને કોઈ પાર્ટનરશિપ ફર્મથી વ્યાજ, વેતન, બોનસ કે કમીશનના નામ પર કોઈ લાભ અને તેનાથી થતી આવક મળી હોય. સાથે જ કોઈ અન્ય વ્યક્તિ જેમકે પતિ/પત્ની, નાબાલિક બાળકો વગેરેની આવકને જો તેમની ઈનકમ સાથે જોડવામાં આવે તો આવા લોકોને આઈટીઆર-2 ભરવાનું રહેશે. 

જોડવામાં આવ્યા છે અમુક નવા નિયમ 
નવા નિયમો અનુસાર આઈટીઆર-2 ફોર્મ ભરવા માટે લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયરની ડિટેલ્સ આપવાની રહેશે. એલઈઆઈ એક 20 પોઈન્ટનો યુનિક કોડ હોય છે. આ ગ્લોબલ ફાઈનાન્શિયલ સિસ્ટમમાં પોતાની ઓળખ કરી શકે છે. 

સાથે જ કોઈ રાજનૈતિક પક્ષને આપવામાં આવેલા દાનની સંપૂર્ણ વિગતો અને વિકલાંગ વ્યક્તિના મેડિકલ ટ્રીટમેન્ટમાં થયેલા ખર્ચના વિવરણને પણ ઓડિટમાં દર્શાવવું પડશે. તેના બાદ ટેક્સ ઓડિટ કરવા માટે વ્યક્તિ કે એચયુએફ પણ ઈવીસીની સાથે આઈટીઆરની ચકાસણી કરી શકો છો. 

વધુ વાંચો: ટેક્સપેયર્સને કોઈ રાહત નહીં, પણ થેન્કયુ કહીને નાણામંત્રી મોટો વાયદો કરતાં ગયા

આ લોકોએ ભરવું પડશે આઈટીઆર ફોર્મ-3 
વેબસાઈટ અનુસાર જો કોઈ વ્યક્તિ કે એચયુએફને બિઝનેસ કે પ્રોફેશનથી ઈનકમ થઈ છે અને તે આઈટીઆર-1,2 અને 4 ફોર્મ ભરવાના યોગ્ય નથી તો તેમને તે આઈટીઆર-3 ફોર્મ ભરવાનું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ