બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Income tax notice will come directly to your home due to this mistake of yours! Find out why

તમારા કામનું / ભૂલથી તમે પણ આ ભૂલો કરશો તો તમારા ઘરે આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ! જાણો કેમ?

Megha

Last Updated: 03:49 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ડિજિટલને બદલે વધુ રોકડ વ્યવહારો કરો છો તો તમે ભૂલ કરી રહ્યા છો આના કારણે તમને આવકવેરા વિભાગની નોટિસ મળી શકે છે.

  • આ ભૂલને કારણે ટેક્સ વિભાગની નોટિસ મળી શકે 
  • વધુ રોકડ વ્યવહાર કરો તો ઇન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી શકે
  • ડિજિટલને બદલે વધુ રોકડ વ્યવહારો ઓછા કરવા 

જો તમે પણ ટેક્સ ભરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. જણાવી દઈએ કે એક ભૂલને કારણે તમને ટેક્સ વિભાગની નોટિસ મળી શકે છે. સરકાર તમારા દરેક નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે અને જો લિમિટથી વધુ રોકડ વ્યવહાર કરો છો તો ઇન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી શકે છે. ઇન્કમ ટેક્સ વિભાગને બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજીસ્ટ્રારા પાસે કોઈ કેશ ટ્રાન્જેકશન કરો છો તો તેના વિશે પણ જાણકારી આપવી પડે છે. એવામાં આવી સ્થિતિમાં જો ડિજિટલને બદલે વધુ રોકડ વ્યવહારો કરો છો તો તમે ભૂલ કરી રહ્યા છો. આજે અમે તમને આવા જ કેટલાક રોકડ વ્યવહારો વિશે જેના કારણે તમને આવકવેરા વિભાગની નોટિસ મળી શકે છે. 

1. મિલકતની ખરીદી પર ધ્યાન રાખો 
જો તમે રૂ. 30 લાખ કે એ રકમ કરતાં વધુની પ્રોપર્ટી રોકડમાં ખરીદી કે વહેંચી રહ્યા છો તો તેની જાણ ઇન્કમટેક્સ વિભાગને કરવી પડે છે અને આવી સ્થિતિમાં એ વિભાગ તમારી પાસેથી તેના વિશે પૂછપરછ કરી શકે છે અને એ પૂછપરછમાં ઇન્કમટેક્સ વિભાગ તમને આ રોકડના સ્ત્રોત વિશે પણ પૂછી શકે છે. 

2. Credit Card બિલ પેમેન્ટ 
જો તમે પણ Credit Card નું બિલ રોકડમાં ચૂકવો છો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જણાવી દઈએ કે જો તમારા ક્રેડિટ કાર્ડનું બિલ એક સમયે જ 1 લાખ રૂપિયાથી વધુ રોકડમાં જમા કરો છો તો ઇન્કમટેક્સ વિભાગ તમારી પૂછપરછ કરી શકે છે. આ સિવાય જો તમે નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવો છો તો પણ પૂછપરછ થઈ શકે છે. 

3.શેર અને મ્યુચ્યુઅલ ફંડની ખરીદી 
જો તમે શેરબજારમાં રોકાણ અથવા મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટી માત્રામાં રોકડ સાથે વ્યવહાર કરો છો તો બાબતે સાવધાન રહેજો. જો તમે નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરો છો તો ઇન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. 

4.FDમાં રોકડમાં ડિપોઝિટ
જણાવી દઈએ કે જો તમે નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની ફિક્સ ડિપોઝિટમાં જમા કરો છો ઇન્કમ ટેક્સ વિભાગ આ વિશે તમારી પાસે પૂછપરછ કરી શકે છે. જો આ પૂછપરછથી બચવું હોય તો માત્ર ડિજિટલ રીતે FDમાં પૈસા જમા કરો જેથી આવકવેરા વિભાગ પાસે તમારા વ્યવહારનો રેકોર્ડ રહે.  

5.બેંક ખાતામાં રોકડ જમા ન કરવી 
જે રીતે નાણાકીય વર્ષમાં ફિક્સ ડિપોઝિટમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરો છો, તો તમારી પૂછપરછ થઈ શકે એ જ રીતે  જો તમે એક વર્ષમાં બેંક કે કો-ઓપરેટિવ બેંકમાં 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવો છો તો પણ તમે ઇન્કમ ટેક્સ વિભાગના રડાર પર આવી જાઓ છો. એટલા માટે જો તમે બેંકમાં રકમ જમા કરાવવા માંગતા હોવ તો તેને ઓનલાઈન કરો જેથી ઇન્કમટેક્સ વિભાગ એ ટ્રાન્ઝેક્શનથી વાકેફ રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ