બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Income Tax Department raids Chiripal Group update: 1 thousand crore unaccounted transactions found

દરોડા / ચીરિપાલ ગ્રુપ પાસેથી 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા, સતત ત્રણ દિવસથી ઇન્ક્મટેક્સની તપાસ યથાવત

Vishnu

Last Updated: 11:35 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત ત્રીજા દિવસે પણ ચીરિપાલ ગ્રુપ પર ઇન્ક્મટેક્સ વિભાગની કાર્યવાહી ચાલુ, 200 અધિકારીઓ 35 થી 40 જગ્યા પર કરી રહ્યા તપાસ

  • ચીરિપાલ ગ્રુપને ત્યાં દરોડા
  • ત્રણ દિવસથી IT વિભાગનું મેગા સર્ચ ઓપરેશન
  • અનેક જગ્યાએ દરોડા

અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  ચીરિપાલ ગ્રુપ પર રેડ કરી બેનામી સંપતી ખંગોળવાની કાર્યવાહી 3 દિવસથી ઈન્કમટેક્સ વિભાગ કરી રહ્યું છે. એકસાથે ચીરિપાલ ગ્રુપને સંલગ્ન કુલ 35 થી 40 જગ્યા પર તપાસ ચાલી રહી છે. શિવરંજની ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઘણા અધિકારીઓ દિવસ રાત સર્ચ કરી રહ્યા છે. ITની કાર્યવાહીથી અમદાવાદમાં ભારે ખળભળાટ મચ્યો છે. બીજી તરફ આ દરોડા દરમિયાન ITને કરોડોમાં બેનામી વ્યવહારો હાથે લાગ્યા છે.

દરોડાની કાર્યવાહીમાં શું મળ્યું ?

  • સંખ્યાબંધ પ્રોપર્ટી અને જમીનના દસ્તાવેજો અધિકારીઓએ કબ્જે લીધા 
  • 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી 
  • દુબઈમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યાની મળી વિગતો 
  • કરોડો રૂપિયાના હવાલા વિદેશમાં પડ્યા હોવાના પુરાવા હાથ લાગ્યા 
  • 10 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા  
  • વિદેશની પ્રોપટીઓ, ફોરેન બેન્ક એકાઉન્ટ, અને હવાલાની કેટલીક વિગતો ITને હાથ લાગી

ઉલ્લેખનીય છે કે, ચીરિપાલ ગ્રુપ ખૂબ જ ચર્ચિત ગ્રુપ છે કે જે ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રુપ પર ગઇકાલે ઇન્કમટેક્સ વિભાગના 200થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. વેદપ્રકાશ ચીરિપાલ, બ્રિજમોહન ચીરિપાલ, જયોતિપ્રકાશ ચીરિપાલ, વિશાલ ચીરિપાલ, રોનક ચીરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં IT વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ.10 કરોડથી વધુ રોકડ રકમ અને દસ્તાવેજો આવકવેરા વિભાગને મળી આવ્યા છે.નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. 

આવકવેરા વિભાગે બેંક લોકર સીલ કર્યા
IT વિભાગને ખૂબ મોટી સંખ્યામાં બેનામી રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે. આવકવેરા વિભાગે બેંક લોકર સીલ કર્યા છે. સાથે ડિજિટલ ડેટા અને કોમ્પ્યુટર હાર્ડડિસ્ક પણ જપ્ત કરી લીધી છે. એ સિવાય આવકવેરા વિભાગને તપાસ દરમિયાન સોના-ચાંદીની જવેલરી પણ મળી આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ