બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Veravals Axis Bank the employees committed the fraud of crores

ફ્રોડ / વેરાવળની Axis Bankમાં કર્મચારીઓએ જ આચરી કરોડોની ગેરરીતિ, ગોલ્ડ લોનના બદલામાં પધરાવી દીધું નકલી સોનું

Kishor

Last Updated: 06:40 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવી છે. જેમાં ગ્રાહકોના સાચા સોનાના પાઉચમાં નકલી સોનું રાખીને બેંકના કર્મચારીઓએ જ ગેરરીતિ આચરી હતી. જેને લઈને વેરાવળ પોલીસે 3ને દબોચી લીધા છે.

  • વેરાવળમાં બેંક કર્મચારીએ ગ્રાહકોની મિલિભગતથી આચરી કરોડોની છેતરપિંડી
  • એક્સિસ બેંકના કર્મચારીઓએ ગ્રાહકો સાથે મળી કરોડોનું કૌભાંડ આચર્યું
  • નવા ગ્રાહકો બની આવેલા શખ્સોએ અસલી ગોલ્ડ મુકી ગોલ્ડ લોન લીધી

વેરાવળમાં આવેલી એક્સિસ બેન્કના કર્મચારીઓએ મોટી છેતરપીંડી આચરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં કર્મચારીઓએ જ બેંકને ચુનો ચોપડતા પોલીસ તંત્ર દોડતું થયું છે. કર્મચારીઓએ બેન્કમાં નકલી સોનું રાખીને ગેરરીતિ આચરી હતી. ગોલ્ડ લોનના બદલામાં બેન્કમાં અસલી સોના જમા કરવામાં આવતું હતું. આ સોના સામે નકલી સોનુ મૂકી દીધું હતું. બાદમાં નવા ઉભા કરાયેલા ગ્રાહકોને લોન આપીને સમગ્ર કૌભાંડ અચરવામાં આવ્યું છે.

રાજકોટમાં મુસ્લિમ યુવકની ધમકીના કારણે પ્રેમિકાએ આપઘાત કર્યો હતો | rajkot  Love Jihad Jamil threatens girl suicide

લોનના પૈસા બેંક કર્મચારીઓએ વહેંચી લીધા
ભેજાબાજ એક મહિલા અને બે પુરુષ આરોપીઓએ અસલી સોનું કાઢી લઈ નવા ગ્રાહકો ઉભા કર્યા હતા. બાદમાં નવા ગ્રાહકોએ અસલી સોનુ બેન્કમાં મુકી નવી લોન ઉઠાવી લીધી હતી અને આ લોન પેટે આવેલા રૂપિયા કર્મચારીઓ મીલીભગત કરી બાંટી લીધા હતા. આરોપીઓ બેંકમાં જમા અસલી સોનુ કાઢી નકલી સોનુ મુકી દેતા હતા. હાલ બેન્કના મહિલા કર્મચારી સાથે બે પુરુષ કર્મચારી મળી ત્રણની અટકાયત કરી લેવાઈ છે.

બેંક કર્મચારીઓએ બેંકમાં અસલી સોનું કાઢી નકલી સોનું મુકી દીધું 
આ સમગ્ર કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વેરાવળ બ્રાન્ચ, રાજકોટ રિજનલ મેનેજરની ફરિયાદ બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ હજુ 8 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. હાલ 426 ગોલ્ડ લોન પૈકી 49 લોનમાં દાગીનામાં હેરાફેરી કરાઇ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અંદાજિત 2 કરોડના 2 કિલો 74 ગ્રામ નકલી સોનું મુકી ગેરરીતિ આચરી હોવાનું ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ