બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / In Vadodara, the body of a senior Congress leader's son was found in a lake and was mysteriously missing

ચકચાર / વડોદરામાં કોંગ્રેસના મોટા નેતાના દીકરાનો મૃતદેહ તળાવમાંથી મળતા ખળભળાટ, રહસ્યમય રીતે થયો હતો ગુમ

Mehul

Last Updated: 11:30 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના સાવલી વિસ્તારમાં ચાર દિવસ અગાઉ ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા ચકચાર. ચાર દિવસ અગાઉ મંજુસર GIDCમાંથી ગુમ. મૃતદેહ અલીન્દ્રા ઝુમકાલ ગામનાં  તળાવમાં મળ્યો

  • સાવલીના ગૂમ થેલા યુવકની મળી લાશ 
  • ચાર દિવસ પહેલા ગૂમ થયો હતો યુવક 
  • મંજુસર GIDCમાંથી ગૂમ,લાશ તળાવમાં મળી 


વડોદરાના સાવલી વિસ્તારમાં ચાર દિવસ અગાઉ ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવક ચાર દિવસ અગાઉ મંજુસર GIDCમાંથી ગુમ થયો હતો અને તેનો મૃતદેહ અલીન્દ્રા ઝુમકાલ ગામની સીમના  તળાવમાંથી મળ્યો હતો.

વડોદરાના સાવલી ગામના પૂર્વ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજય વાઘેલાનો પુત્ર ગુમ થયો હોવાની વાત ગામમાં પ્રસરી હતી. યુવક  કુલદીપ સિંહ વાઘેલા રહસ્યમય રીતે ચાર દિવસ અગાઉ મંજુસર GIDCમાંથી ગુમ થયો હતો. કેટલીય શોધ-ખોળ છતાં યુવકનો કોઈ પતો લાગ્યો નહતો. કહેવાય છે કે, કોઈ અજાણ્યા વટેમાર્ગુઓ દ્વારા  અલીન્દ્રા ઝુમકાલ ગામની સીમમાં તળાવમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ હોવાની વાત મળતા જ ચકચાર મચી ગઈ હતી.તળાવમાં ગૂમ થયેલા યુવક  કુલદીપ સિંહ વાઘેલાનો મૃતદેહ હોવાની વાતને સમ્રથન મળ્યું હતું. ઘટનાની જાણ થતા જ ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બનાવની તપાસમાં લાગી ગઈ હતી.

મૃતક કુલદીપ સિંહ કેવી રીતે ગુમ થયો અને તેની લાશ સીમના તળાવમાંથી કેવી રીતે મળી તે બાબત પર પોલીસ તપાસ હાથ ધરી રહી છે. શું મંજુસર GIDCમાંથી કોઈ તેનું અપહરણ કરી ગયું હતું કે કોઈ મિત્રો સાથે ગયો હતો ? આ સઘળા તર્ક પર પોલીસ તપાસ હાથ ધરી રહી છે 
  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ