બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / in this village of india monkeys are the owners of 32 acres of land

OMG / લો બોલો! આ ગામમાં વાંદરાઓ છે 32 એકર જમીનના માલિક, જાણો તેના પાછળનું કારણ

Arohi

Last Updated: 05:56 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉસ્માનાબાદના ઉપલા ગામમાં જ્યારે આ વાંદરા કોઈના દરવાજા પર પહોંચે છે તો તેમને ખૂબ સન્માન આપે છે. આટલું જ નહીં લગ્નમાં પણ તેમને સન્માન આપવામાં આવે છે.

  • ઉસ્માનાબાદના ઉપલામાં છે અનોખુ ગામ 
  • વાંદરા છે  32 એકર જમીનના માલિક
  • અહીં વાંદરાઓને આપવામાં આવે છે સન્માન 

આજકાલના સમયમાં જ્યારે લોકોમાં જમીનના વિવાદો સામાન્ય છે ત્યારે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના એક ગામમાં વાંદરાઓને તેમના નામે 32 એકર જમીન રજીસ્ટર્ડ કરવાનું દુર્લભ સન્માન આપવામાં આવ્યું છે. 

જ્યારે આ વાંદરાઓ ઉસ્માનાબાદના ઉપલા ગામમાં કોઈના ઘરના દરવાજે પહોંચે છે. ત્યારે તેઓ તેમને ખૂબ માન આપે છે. આટલું જ નહીં ક્યારેક લગ્નમાં પણ તેનું સન્માન કરવામાં આવે છે. ઉપલા ગ્રામ પંચાયત પાસેના જમીનના રેકોર્ડમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગામમાં રહેતા તમામ વાંદરાઓના નામે 32 એકર જમીન છે.

દસ્તાવેજોમાં વાંદરાઓના નામ છે જમીન 
ગામના સરપંચ બપ્પા પડવાલે કહ્યું, "દસ્તાવેજોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જમીન વાંદરાઓની છે. પરંતુ પ્રાણીઓ માટે આ જોગવાઈ કોણે અને ક્યારે કરી તે જાણી શકાયું નથી." તેમણે કહ્યું કે ભૂતકાળમાં, વાંદરાઓ ગામમાં કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓનો એક ભાગ હતા. પડવાલે જણાવ્યું હતું કે ગામ હવે લગભગ 100 વાંદરાઓનું ઘર છે અને પાછલા થોડા વર્ષોમાં તેમની સંખ્યા ઓછી થઈ ગઈ છે કારણ કે જાનવર એક સ્થાન પર લાંબા સમય સુધી નથી રહેતા. 

વાંદરાઓને ભોજન પણ કરાવે છે ગ્રામીણ 
તેમણે કહ્યું કે વન વિભાગે જમીન પર વૃક્ષારોપણની કામગીરી કરી છે અને પ્લોટ પર એક ત્યજી દેવાયેલું મકાન પણ હતું. જે હવે તૂટી પડ્યું છે. સરપંચે કહ્યું, “પહેલાં ગામમાં જ્યારે પણ લગ્નો યોજાતા ત્યારે પહેલા વાંદરાઓને ભેટ આપવામાં આવતી અને પછી જ વિધિ શરૂ થતી. હવે દરેક જણ આ પ્રથાનું પાલન નથી કરતા. જ્યારે પણ વાંદરાઓ તેમના ઘરના દરવાજે આવે છે ત્યારે ગ્રામજનો પણ તેમને ખવડાવે છે. તેણે કહ્યું કે તેને ખાવાની કોઈ મનાઈ નથી કરતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ