બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the temple of Dattatreya in Girnar of Junagadh, an attempt was made to shake the atmosphere by chanting slogans

વાયરલ વીડિયો / જૂનાગઢ દત્તાત્રેયની જગ્યામાં સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, ચોક્કસ સમુદાય લોકો સામે પોલીસમાં અરજી

Dinesh

Last Updated: 10:29 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના ગિરનારમાં દત્તાત્રેયના મંદિરમાં ચોક્કસ સમુદાયના લગભગ 250 જેટલા લોકો મંદિરમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો, મંદિરમાં સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો

  • ગિરનારમાં દત્તાત્રેયના મંદિરમાં હોબાળો 
  • ચોક્કસ સમુદાયના લોકોએ કર્યો હોબાળો
  • સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ 


જૂનાગઢના ગિરનારમાં દત્તાત્રેયના મંદિરમાં વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારે સૂત્રોચ્ચાર સાથે ચોક્કસ સમુદાયના લોકોએ દત્તાત્રેયની જગ્યામાં હલ્લાબોલ કર્યો હતો. તેમજ આ લોકો દ્વારા મૂર્તિ સાથે છેડછાડનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પુજારીએ પોલીસ સ્ટેશનમા અરજી કરી
આ લોકો દ્વારા 'ગિરનાર અમારો છે' તેવા સુત્રોચ્ચાર ઉચ્ચારવામાં આવ્યા હતાં. જો કે, આ સમગ્ર મામલે જગ્યાના પુજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમા અરજી પણ આપી છે. એક સંઘના લગભગ 250 જેટલા ભાઈઓ તેમજ બહેનો દત્તાત્રેય આવ્યા હતા. જેમનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે, પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથધરી છે.

વાયરલ વીડિયો
જે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ લોકો દ્વારા તંગ પરિસ્થિતિ ઉભી થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. જે લોકોના ટોળામાં કેટલીક મહિલાઓ પણ જોવા મળી રહી છે. તેમજ ત્યાં પડેલી ખુરશી ઉંધી કરતી પણ એક મહિલા જોવા મળે છે. આ દરમિયાન ભારે હલ્લા બોલનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ