બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / In the notorious Mahendra Faldu suicide case in Rajkot, the hands of the police are falling short, not a single accused is on the radar.

12 દિવસ / રાજકોટના ચર્ચિત મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં પોલીસના હાથ ટુંકા પડતા હોય તેવી સ્થિતિ, એક પણ આરોપી રડારમાં નહીં

Mehul

Last Updated: 07:26 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પખવાડીયા પૂર્વે રાજકોટના બિલ્ડર મહેન્દ્ર ફળદૂએ કરેલા  આપઘાત કેસમાં ઓઝોન ગૃપના 7 ડિરેક્ટરો હજી પણ પકડથી દૂર હજુ સુધી દૂર. સાતેય ડીરેક્ટર દેશમાં છે કે વિદેશ નાસી ગયા ?

  • રાજકોટનાં ચર્ચિત મહેન્દ્ર ફળદુ આપધાત કેસ 
  • હજુ સુધી એક પણ આરોપીઓનો પત્તો નહિ
  • રાજકીય ઓથ હેઠળ આરોપીઓ પકડથી બહાર ? 

પખવાડીયા પૂર્વે રાજકોટના બિલ્ડર મહેન્દ્ર ફળદૂએ કરેલા  આપઘાત કેસમાં તપાસ મંથર ગતિએ ચાલે છે કે, આરોપીઓના સગડ મળતા નથી તે એક ચર્ચાનો વિષય છે પરંતુ, એ હકિકત છે કે, 
ઓઝોન ગૃપના 7 ડિરેક્ટરો હજી પણ પકડથી દૂર હજુ સુધી દૂર છે. આપઘાતના બનાવને 12 દિવસ બાદ થયા છતાં પણ આરોપી પકડથી દૂર હોવાની બાબતે ફરિ એક વાર ચર્ચા જાગી છે. ઓઝોન ગ્રુપના સાતેય ડીરેક્ટર દેશમાં છે કે વિદેશ નાસી ગયા છે ? તે એક રહસ્ય છે અને ફળદુનાં આપધાત  બાદ, જેટલો સમય મળ્યો તેટલામાં જ ઓઝોનના ડીરેકટર ફરાર થી ગયા હોવાનું અનુમાન પણ થઇ રહ્યું છે.ત્યારે બે આરોપીઓ વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જાહેર કરાઈ છે.

 પખવાડીયા પૂર્વે રાજકોટના બિલ્ડર મહેન્દ્ર ફળદૂએ કરેલા  આપઘાત કેસમાં અમિત ચૌહાણ અને અતુલ મહેતા સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં આરોપી દિપક પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ છે. પોલીસે  4 ટીમ બનાવી તપાસ હાથ ધરી હોવા છતાં  એક પણ આરોપી હજુ સુધી હાથ નથી લાગ્યો. આ જ મુદ્દે આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી રક્ષણ અપાઇ રહ્યું છે હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. સાથોસાથ રાજકીય વગ ધરાવતા આરોપીઓ સામે પોલીસ વામણી પુરવાર થઇ હોવાની વાત પણ ચોરે અને ચૌટે ચર્ચાઈ રહી છે. અગાઉ રાજકોટમાં તોડ કાંડમાં બદનામ થઇ ચુકેલી પોલીસ પર આ કેસમાં પણ  આરોપીઓને બધા સેટિંગ પાર પાડવા સમય આપી રહી હોવાની વાત પણ સમાજમાં ચર્ચાય છે. આ જ મુદ્દે આરોપીઓ બહાર રહેશે તો પુરાવાઓ સાથે છેડછાડ થવાની સંભાવનાને પણ નકારી શકાતી નથી 


  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ