બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the next 2 days, there will be a feeling of double season in Gujarat

તાપમાન / આગામી 2 દિવસ ગુજરાતમાં થશે બેવડી ઋતુનો અહેસાસ: શું રાજ્યમાં ઠંડી ઘટશે કે વધશે? જુઓ હવામાન વિભાગની આગાહી

Priyakant

Last Updated: 08:59 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠડા પવનોનું જોર ઘટતા બેવડી ઋતુ અનુભવ થશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

  • આગામી બે દિવસ રાજ્યમાં સવાર-સાંજ બેવડી ઋતુ થશે અનુભવ
  • સવારે ઠડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ રહેશે
  • ઠંડા પવનોનું જોર ઘટતા બેવડી ઋતુ થશે અનુભવ
  • અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠડીમાં મળશે રાહત

ગુજરાતમાં  આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સવારે ઠડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠડા પવનોનું જોરમાં થયો ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવ થશે, જેને લઈ અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠડીમાં રાહત મળશે. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. હવામાને કહ્યું કે, આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું થતા ઠડીનું પ્રમાણ ઘટશે. જેને લઈ બે દિવસ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે અમદાવાદ,ગાંધીનગરમાં દિવસનું તાપમાન 30.5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ તરફ રાત્રિના સમયે તાપમાનમાં પણ એક બે ડિગ્રી તાપમાન વધવાની તેમજ બપોરે ગરમી અસર વર્તાશે તેવી આગાહી કરી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.  જોકે હવે ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ