બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / In the mood to fight monks and saints in the Salangpur Hanumanji picture controversy, what will happen in Gujarat Congress Nawajuni? Chandrayaan-3 sent new pictures

2 મિનિટ 12 ખબર / સાળંગપુર હનુમાનજી ચિત્ર વિવાદમાં સાધુ-સંતો લડી લેવાના મૂડમાં, ગુજરાત કોંગ્રેસમાં શું થશે નવાજૂની?, ચંદ્રયાન-3એ મોકલી નવી તસવીરો

Vishal Khamar

Last Updated: 11:52 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: સાળંગપુર કષ્ટભંજનમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. તો બીજી તરફ આગામી 1 સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે અમુક નિયમો. જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડી શકે છે.

 

વિવાદોમાં રહેતો સ્વામીનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. વિવાદ જોડાયેલો છે સાળંગપુર હનુમાનજી મંદિર સાથે.. એ મંદિર જેની સાથે કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે.. સાળંગપુરમાં ઊંચી અને વિશાળ હનુમાનજીની પ્રતિમા તો લગાવી દીધી.. પણ પ્રતિમા નીચે જે ભીંતચિત્રો ચિતરવામાં આવ્યા છે એમા સ્વામીનારાયણ સંપ્રદાયે હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડતા દર્શાવ્યા છે.. તો અન્ય એક ચિત્રમાં સહજાનંદ સ્વામી એક આસન પર બેઠેલા નજરે પડે છે.. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા છે.. અહીં વિવાદ એ છે કે દાદાને નમન કરતા કેમ દર્શાવવામાં આવ્યા.

ભક્તોની આસ્થાનાં પ્રતિક એવા સાળંગપુર કષ્ટભંજનમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ શરૂ થયો છે.  આ બાબતે મોરારિબાપુએ નિવેદન આપ્યું છે કે,  આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે લોકો કેવા કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મૂર્તિ મોટી મૂર્તિ છે. અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા , સેવા કરતા દેખાય છે.  ત્યારે હવે વિચારો. સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે.  લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું. હવે તમે બોલો. 

સાળંગપુર મંદિર વિવાદને લઈને હવે સાધુ સંતો મેદાને આવ્યા છે. મોરારિબાપુ બાદ હવે રામેશ્વર બાપુએ પણ નિવેદન આપ્યું છે. રામેશ્વર બાપુએ કહ્યું કે આજે ઘણા લોકોએ જડતાની સાથે હનુમાનજીને સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા છે. જેને પણ આ કૃત્ય કર્યુ તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે. તમે જે કરવા જઈ રહ્યાં છો તે સનાતમ ધર્મની વિરૂદ્ધ છે. તેમ કહી રામેશ્વર બાપુએ જણાવ્યું કે ચેતી જાવ, પાછા વળી જાવ સનાતન ધર્મ આદીઅનાદી છે.


ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતના 31 જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. આ અંગે તારીખો પણ જાહેર કરી દેવામા આવી છે.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની 13-14 સપ્ટેમ્બરના રોજ વરણી કરવામાં આવે તેવું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.


મિતુલ ત્રિવેદીના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની માહિતી મળતા તેનો ભાંડો ફૂટ્યો છે. મિતુલ ત્રિવેદી મુદ્દે ACP શરદ સિંઘલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મિતુલ ટ્યૂશન ક્લાસ ચલાવે છે. અને ઈસરોએ મિતુલના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની પણ પુષ્ટિ કરી છે. આ મામલે મિતુલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.


લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ તેમજ આપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવીન માળખું બનાવવાની હિલચાલ તેજ બનાવી છે. નવીન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ હવે નવી ટીમ જાહેર થશે. સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં અને ઓક્ટોમ્બર મહિનાનાં પ્રથમ સપ્તાહમાં પ્રદેશ કોંગ્રેસનું દ્વારા નવીન માળખું જાહેર થઈ શકે છે. 


ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં આજ રોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. ફુલ સ્પીડમાં આવતી કાર આઈસર ટ્રકની પાછળ ઘુસી જતાં કારમાં સવાર 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અકસ્માતને લઈને સમી પોલીસે તપાસ હાથ ધરી છે.


આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.  રક્ષાબંધનનું શુભ મુર્હત હવે શરૂ થઈ રહ્યું છે. ત્યારે રક્ષાબંધનની સાથે સાથે આજે  એક અનોખી ખગોળીય ઘટનાં પણ બનવા પામી હતી. જેમાં આજે આ વર્ષનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો હતો. જેને લોકો "સુપર બ્લ્યૂ મૂન" તરીકે ઓળખે છે. પરંતું સુપર બ્લુ મૂન હોવા છતાં ચંદ્ર વાદળી નહી હોય.  તો આવો જાણીએ કે શું છે આ સુપર બ્લુ મૂન.

ISROએ ચંદ્રયાન-3 મિશન સંબંધિત લેટેસ્ટ ફોટો શેર કરી છે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરથી નીચે ઊતર્યાં બાદ પ્રજ્ઞાન રોવર સંપૂર્ણ ચોકસાઈથી કામ કરી રહ્યું છે. હાલમાં રોવરે વિક્રમ લેન્ડરનો ફોટો ક્લિક કરીને ઈસરોને મોકલ્યો છે.ઈસરોએ તેને 'ઈમેજ ઓફ મિશન' કરાર કર્યું છે. ઈસરોએ જણાવ્યું કે રોવર પર લાગેલા નેવિગેશન કેમેરાએ આ ફોટો ક્લિક કર્યો છે. મિશનની સફળતા માટે મહત્વપૂર્ણ NavCamsને બેંગલૂરુમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ પ્રયોગશાળા દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે. એક દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે. તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. 1 સપ્ટેમ્બરથી પણ ઘણા ફેરફારો થવાના છે. આનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.

  •  કેન્દ્રીય કેબિનેટે મંગળવારે ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પહેલેથી જ મળી રહેલી 200 રૂપિયાની સબસિડી સિવાય આ લાભ અલગથી આપવામાં આવશે.
  • જો તમે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માંગો છો તો તમારે આ કામ 14 સપ્ટેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. UIDAIએ 14 સપ્ટેમ્બર સુધી આધારને મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ નક્કી કરી છે.
  • RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપ્યો હતો. આ માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીની સમયમર્યાદા રાખવામાં આવી છે.

એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને સામને ટકરાશે. જેને લઈને ચાહકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ સ્ટેજની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે યોજાશે. આં મેચની મેજબાની શ્રીલંકાના કેન્ડી શહેરને મળી છે. તો બંને ટીમ સુપર-4 માટે ક્વોલિફાઈ કરશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ફરી એકવાર મેચ થશે. આં મેચ ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ માટે ખુબ જ મહત્વના સાબિત થનારા છે. આં ત્રણેય એવા ખેલાડી છે જે પહેલીવાર પાકિસ્તાન સામેની મેચ માટે મેદાન પર ઉતરશે.

પાકિસ્તાને એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. 15 વર્ષ બાદ એશિયા કપની યજમાની કરી રહેલા પાકિસ્તાને ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં નેપાળને 238 રનથી એકતરફી પરાજય આપ્યો હતો. મુલતાનમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદે શાનદાર સદી ફટકારી હતી, જેના આધારે ટીમે 342 રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ