બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the last 24 hours, up to 3 inches of rain fell in 94 talukas of Gujarat

મેઘમહેર / આખરે ગુજરાતમાં મેઘરાજા આવી જ ગયા: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો

Malay

Last Updated: 08:02 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 94 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.

 

  • ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ
  • 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો
  • 3 ઈંચ વરસાદથી ભાવનગરનું ઘોઘા પાણી-પાણી
  • રાજકોટમાં વીજળી પડવાથી એક ખેત મજૂરનું મોત 

બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસાનું નિયત સમય કરતા 10 દિવસ મોડા આગમન થયું છે. કેરળમાં ચોમાસું બેઠા બાદ ગુજરાતમાં મેઘરાજાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે ગુજરાતમાં ગઈકાલથી વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હોવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે જ રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો રાજકોટમાં વીજળી પડવાથી એક ખેત મજૂરનું મોત નિપજ્યું છે.

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 94 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં રવિવારનો દિવસ વરસાદી રહ્યો હતો. ગઈકાલે મોટાભાગના જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં 24 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા, તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. 

Farmers happy due to rain in many villages of Gujarat

ભાવનગરના ઘોઘામાં મેઘરાજાની તોફાની બેટિંગ
ઘોઘા ઉપરાંત અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

વીજળી પડવાથી એકનું મોત
સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.  સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. આ દરમિયાન વીજળી પડવાથી એકનું મોત થયું છે. રાજકોટ જિલ્લાના મોટા મહિકા ગામમાં વીજળી પડવાના કારણે સંજય પરમાર નામના 32 વર્ષિય ખેત મજૂરનું ગતરોજ મોત નિપજ્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ