બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / In the examination of VNSGU Surat students wrote a love story in a paper

ચકચાર / B.COM, BAના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં લખી નાંખી મિત્રોની લવસ્ટોરી, પ્રોફેસરોના નામ સાથે ગાળો પણ લખી... VNSGUએ શૂન્ય માર્કસ આપી 500નો દંડ ફટકાર્યો

Kishor

Last Updated: 05:09 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વિદ્યાર્થીઓએ બેફામ બની પેપરમાં મિત્રની પ્રેમ કહાની અને પ્રોફેસર અને બેકટકે ગાળો લખી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.

  • સુરતની VNSGU ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પેપરમાં પ્રેમ કહાની લખી
  • બીકોમ-બીએની પરીક્ષાના પેપરમાં મિત્રોની પ્રેમ કહાની લખી
  • 6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની લખી

કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કિંમતે પરીક્ષાઓમાં ફેલ થવા ઇચ્છતા ન હોય. જેથી તેઓ નતનવા પેતરા અપનાવે છે. પેપરમાં રોકડ મુકવાના અથવા શિક્ષકને પાસ કરાવી દેવા માટે કાકલુદી કરવાના કિસ્સાઓ તો અનેક સામે આવતા હોય છે પરતું સુરતમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં વિદ્યાર્થીઓએ પેપરમાં પ્રેમ કહાની લખીને પ્રોફેસરોને ગાળો ભાંડી છે. જેને લઈને ભારે ચર્ચા જાગી છે.

More than 1500 teachers 'health' deteriorated before the verification of  board exam papers | ચકાસણી પહેલાં 1500થી વધુ શિક્ષકોની 'તબિયત' બગડી, 'હું  બીમાર છું, સર્જરી કરાવી છે' જેવાં ...

 રૂ. 500ની પેનલ્ટી કરાઈ

મળતી માહિતી અનુસાર સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પેપરમાં પ્રેમ કહાની લખી હોવાનું સામે આવ્યું છે. બીકોમ અને બીએની પરીક્ષાના પેપરોમાં મિત્રોની પ્રેમ કહાની લખી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રેમ કહાની નહીં પણ પ્રોફેસરઓને ગાળો પણ આપી હોવાનું સામે આવ્યું છે. સુરતની VNSGUની પરીક્ષામાં 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી હતી..

6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપી રૂપિયા 500ની પેનલ્ટી કરાઈ

 જ્યારે શિક્ષકે પેપર ચેક કર્યા ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. શિક્ષકો પેપર ચેક કરી રહ્યાં હતા ત્યારે ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખેલી જોવા મળતા ચોંકી ગયા હતા. જે મામલો ઉચ્ચકક્ષાએ પહોચતા હાલ તો તમામનું મેડિકSલ પ્રોફેસરોની હાજરીમાં હિયરિંગ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી

બાદમાં કોલેજ દ્વારા આ 6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપી રૂ. 500ની પેનલ્ટી આપવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી હતી. જને લઇને સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પેપરમાં લખેલી પ્રેમકહાની અને આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખેલી ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ