બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 03:39 PM, 12 February 2024
ADVERTISEMENT
Tamil Nadu Assembly Latest News : આપણાં દેશમાં અનેક રાજ્યોમાં કેટલીય વાર સ્થાનિક રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે મતભેદ સામે આવતા હોય છે. જોકે તમિલનાડુથી આ બધાની વિપરિત એક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યપાલ આર.એન.રવિએ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરેલું અભિભાષણ વાંચવાની ના પાડી અને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. મહત્વનું છે કે, ભારતના સંસદીય ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે રાજ્યપાલે સંબોધન વાંચ્યું ન હતું અને વોકઆઉટ કર્યું હતું. જોકે આ પછી પણ DMK સરકારે લેખિત ભાષણની તરફેણમાં ઠરાવ પસાર કર્યો જે રાજ્યપાલે વાંચ્યો પણ ન હતો.
એવું તે શું થયું તમિલનાડું વિધાનસભામાં ?
આજે સત્રની શરૂઆત તમિલનાડુના રાજ્યગીત સાથે થઈ હતી. આ પછી રાજ્યપાલ આર.એન.રવિએ તેમનું ભાષણ શરૂ કર્યું અને તમિલ ફિલસૂફ તિરુવલ્લુવરની કેટલીક પંક્તિઓ વાંચી.આ પછી તેમણે કહ્યું કે, મારી વારંવારની વિનંતી છતાં સત્રની શરૂઆતમાં અને અંતમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું નથી. આમ કરવાથી રાષ્ટ્રગીત પ્રત્યે આદર દેખાય છે. આ સિવાય તેમણે કહ્યું કે, આ સંબોધનમાં આવા ઘણા ફકરા છે જેનાથી હું સંતુષ્ટ નથી. હું આનાથી નૈતિક અને વાસ્તવિક આધારો પર સંતુષ્ટ નથી.
ADVERTISEMENT
#WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7
— ANI (@ANI) February 12, 2024
શું કહ્યું રાજ્યપાલ આર.એન.રવિએ ?
તમિલનાડુના રાજ્યપાલે કહ્યું કેમ આ સાથે હું મારું ભાષણ સમાપ્ત કરું છું. હું ઈચ્છું છું કે, ગૃહ ચાલે અને લોકોના કલ્યાણ માટે સારી ચર્ચા થાય. આટલું કહીને રાજ્યપાલે બોલવાનું બંધ કરી દીધું. ત્યારબાદ તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ એ.અપ્પાવુએ ભાષણનો તમિલ અનુવાદ વાંચ્યો. આ દરમિયાન રાજ્યપાલ સ્પીકરની બાજુમાં બેઠા હતા. સ્પીકરે એવું કહીને ભાષણ સમાપ્ત કર્યું કે, તેને મંજૂરી માટે રાજભવન મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રગીતને લઈને વિવાદ પણ ઉકેલાઈ ગયો છે. અમે પહેલેથી જ નક્કી કર્યું છે કે, ગૃહની કાર્યવાહી રાજ્યગીતથી શરૂ કરવામાં આવે અને અંતે રાષ્ટ્રગીત વાંચવામાં આવે.
એમકે સ્ટાલિન સરકારે હંમેશા રાજ્યપાલનું સન્માન કર્યું
આ સિવાય સ્પીકરે કહ્યું કેમ વૈચારિક મતભેદો હોવા છતાં તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે હંમેશા રાજ્યપાલનું સન્માન કર્યું છે. આપણા વર્તનમાં કોઈ ફેરફાર નહીં થાય .તેમણે કહ્યું કે, હવે રાજ્યપાલનો ઈમાનદારી બતાવવાનો વારો છે.તામિલનાડુને તેનો હિસ્સો આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગ ઉઠાવો. તેમણે કહ્યું કે, PM કેર ફંડમાં કરોડો રૂપિયા પડ્યા છે. જો તમે માગણી કરી હોત તો સરકારને રાહત મળી હોત અને થોડીક મદદ પણ આવી હોત, જેથી અમે પૂરના કારણે સર્જાયેલી આફતનો સામનો કરી શક્યા હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લાડું પ્રસાદનો ઈતિહાસ / તિરૂપતિ બાલાજી મંદિરમાં લાડું પ્રસાદનું શું મહત્વ? ઈતિહાસ ભગવાનના હાથ સાથે જોડાયેલો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.