બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / In Surat / Kamarej, bodies of a young woman and two children were found from a lake.

સુરત / કામરેજમાં તળાવમાંથી એક યુવતી અને બે બાળકના મૃતદેહ મળતા ચકચાર, ઓળખ માટે પોલીસ લાગી ધંધે

Mehul

Last Updated: 07:25 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કામરેજ નજીકના ખડસદના તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળતા ચકચાર.આ બાળકો કોણ છે અને તેના વાલી અંગે કોઈ કડી મળતી ના હોવાથી સોશિયલ મીડીયાના માધ્યમથી પોલીસ તપાસ શરુ.

  • સુરતના કામરેજ નજીક તળાવમાંથી ત્રણ લાશથી ચકચાર  
  • યુવતી અને બે બાળકોની લાશ ખડસદના તળાવમાંથી મળી 
  • વાલીની ભાળ મેળવવા પોલીસ સોશિયલ મીડીયાના સહારે 

દિવાળીના દિવસો દરમિયાનથી હત્યા,દુષ્કર્મ,અક્સમાત, દુર્ઘટના જેવી હચમચાવતી ઘટનાઓ પીછો નથી છોડી રહી .તેમાં પણ સુરતના પાંડેસરા,અને ગાંધીનગરની બાળકીઓ સાથે આચરાયેલા પાપાચાર પછી બાળક અંગેની કોઈ પણ ઘટના રૂંવાડા ઉભા કરી દે એ સ્વાભાવિક છે. આ વચ્ચે,સુરતના કામરેજ નજીકના ખડસદનાં તળાવમાંથી એક યુવતી અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. આ ત્રણે'ય  કોણ છે અને તેના વાલી અંગે કોઈ કડી મળતી ના  હોવાથી સોશિયલ મીડીયાના માધ્યમથી વાલી-વારસ શોધવા પોલીસે કવાયદ હાથ ધરી છે.

એક યુવતી અને બે બાળકોનાં મૃતદેહ 

આ બે બાળકો અને યુવતીના મોત આકસ્મિક કે પૂર્વનિયોજિત ઘટના કે પછી શું ? એ અંગે ભારે તર્ક -વિતર્ક વહેતા થયા છે. હાલ તો પોલીસ વિભાગના શ્વાસ પણ અદ્ધર થઇ ગયા છે કે આ બે બાળકો અને યુવતી અંગે ભાળ મેળવવી કેવી રીતે ? કોણ હશે અને ક્યાંના હશે ? જણાવી દઈએ કે, મૃતકમાં એક યુવતી જેની ઉમર અંદાજે 20 વર્ષની હોય શકે જ્યારે અન્ય બે બાળકો,જેઓની અંદાજે  ઉમર 11 અને  13 વર્ષ વચ્ચેની હોવાનું અનુમાન છે.

બે ત્રણ દિવસ પહેલાની ઘટનાનું અનુમાન  

તળાવમાંથી બાળકોની લાશ મળતા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢતા ઉમેર્યું કે, મૃતદેહ જોતા લાગે છે કે, ઘટના  બેથી ત્રણ દિવસ પહેલાની હોઈ શકે. બાળકોની લાશ વિકૃત થઇ ગઈ છે અને આ પરિણામે મૃતદેહ તુરંત જ કોઈ ઓળખી શકે તેવી સ્થિતિ નથી. પાણીમાં રહેવાના કારણે મૃતદેહ ફૂલી પણ ગયા છે. હવે આસપાસનાં વિસ્તારોમાંથી બાળકો ગૂમ થયા અંગેની કોઈ ફરિયાદ સામે આવે તો એ દિશામાં કઈ વિગત મળી શકે છે. અત્યારની સ્થિતિમાં તો ગામથી તળાવ ઘણું દૂર છે તેમજ આ કોઈ પ્રવાસન સ્થળ પણ ના હોવાના કારણે, બાળકો કોણ છે ? ક્યાંથી આવ્યા હશે ? તેની કોઈ કડી નથી.

પોલીસ સોશિયલ મીડીયાના સહારે 

આ પરિણામે સોશિયલ મીડીયાના માધ્યમનો સહારો લઇ બાળકો અને યુવતીની ભાળ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યા છે. શું આ ત્રણ બાળકો સગા ભાઈ બહેન છે ? એ દિશામાં પણ પોલીસ વિચારી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ