બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / In Surat, a neighbor youth raped a 4-year-old girl on the pretext of chocolate, shocking revelations were revealed in the police investigation.

ધરપકડ / સુરતમાં ચોકલેટના બહાને 4 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Vishal Khamar

Last Updated: 08:28 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં 4 વર્ષીય બાળકી સાથે નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવાની ધટનાં પ્રકાશમાં આવી છે. ત્યારે મોડી રાત્રે અચાનક બાળકીનો રડવાનો અવાજ આવતા સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ થતા બાળકીને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

  • સુરતમાં મોડી રાત્રે 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો
  • પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો
  • બાળકીને ચોકલેટની લાલચ આપી બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

સુરતનાં એક વિસ્તારમાં મોડી રાત્રે શ્રમિક પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમ્યાન નરાધમ યુવક પરિવાર સાથે સૂતેલી 4 વર્ષીય બાળકીને ઉપાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સવારે અચાનક બાળકીનો રડવાનો અવાજ આવતા પરિવારજનોએ બાળકીને પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ બાળકીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. ત્યારે પોલીસે પરિવારનાં નિવેદનનાં આધારે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. તેમજ પોલીસે આરોપીની ધરપકડ કરવા CCTV નાં આધારે તપાસ હાથ ધરી છે.  

ચોકલેટના બહાને બાળકી સાથે દુષ્કર્મ આચાર્યું
આ સમગ્ર કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીનાં આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ મળી હતી. ત્યારે દુષ્કર્મ આચરનાર યુવક અજય રાય બાળકીનાં પાડોશમાં જ રહે છે.

કેસની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશેઃ સુરત પોલીસ કમિશ્નર

પાડોશી હોવાથી બાળકી સાથે સારો પરિચય હતો. યુવક દ્વારા ચોકલેટનાં બહાને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને સવારે થઈ હતી. ત્યારે આરોપી બિહારનો રહેવાસી છે. તેમજ તેની ઉંમર 20 વર્ષ છે. આ કેસની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ખૂબ જ ઝડપી ચાર્જશીટ કરાશે. અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસ કરાશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ