બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Rola village of Meghraj taluka the cases of cheating in the name of Maili Vidya

મેઘરજ / વશીકરણ કરતાં ઢોંગીને પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પકડ્યો: કરોડપતિ બનાવવાનું સપનું બતાવી ખેડૂત પર કરી હતી મેલી વિદ્યા

Kishor

Last Updated: 07:11 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘરજ તાલુકાના રોલા ગામેં મેલી વિદ્યાના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફૂલ આપ્યા બાદ ઠગબાજોએ રૂપિયા પડાવી લેતા પોલીસ દોડી ગઈ હતી.

  • મેઘરજમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
  • પોતાને મહાત્માજી ગણાવતા શકશે આચરી છેતરપિંડી
  • પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

નાણાંની લાલચએ બુરી બલા છે. કોઈપણ વ્યક્તિ એકના ડબલ અથવા અન્ય કોઈ રૂપિયા કમાવવાની લાલચમાં ફસાઈ જતા હોય છે. ત્યારે પોતાના પર રૂપિયાનો જાણે વરસાદ થશે તેવા સપનામાં અંધ બની જતા હોય છે. આવી જ એક ઘટના મેઘરજમાં સામે આવી છે. મેઘરજ તાલુકાના રોલા ગામેથી સામે આવેલ વિગત ઠગાઈની વિગત એવી છે કે એક શખ્સ કાર સાથે આવી રસ્તે જતા છાપરા ગામના અન્ય એક ખેડૂતને રસ્તો પૂછવા લાગ્યો હતો. ત્યારબાદ કારમાં મહાત્માજી બેઠેલા હોવાનું કહી દર્શન કરવા વ્યક્તિને પ્રેરિત કર્યો હતો. આથી તે કારમાં પોતાને મહાત્મા ગણાવતા શખ્સના દર્શન માટે ગયો હતો.

 

VTV Gujarati News and Beyond on Twitter: "'પેંડા લઈને સર્કિટ હાઉસ આવી જાઓ,  ટેન્ડર મળી ગયું છે!' અમદાવાદમાં વેપારી સાથે રૂ. 4.10 કરોડની છેતરપિંડી  #Ahmedabad #Fraud https://t.co ...



ગુરુના પ્રભાવમાં અંધ બન્યો વ્યક્તિ

આ દરમિયાન છેતરપિંડી કરવા માટે ગાડીમાં પોતાને ગુરુ ગણાવતા શખ્સે ફૂલ આપ્યું હતું અને આ ફૂલ સૂંઘતાની સાથે જ ખેડૂતને જાણે ઠગ મહાત્માની માયા લાગી હોય તેમ પોતાના ખિસ્સામા રાયેલા 5 હજાર રૂપિયા મહાત્માજીને આપી દીધા હતા. બાદમાં ગુરુના પ્રભાવમાં અંધ બનેલા બીટીછાપરાના આ વ્યક્તિ મહાત્માને કાર સાથે પોતાના નિવાસસ્થાને લઈ ગયો હતો.

કારમાંથી મેલી વિદ્યા માટે વપરાતા ખોપડી સહિતની સામગ્રી મળી

જ્યા ઠગ ટોળકીએ અને એકના ડબલની લાલચ આપતા તેણે ઘરમાં રાખેલ પોતાના તમામ નાણાં મહાત્માજીને ધરી દીધા હતા. બાદમાં પરિવારજનોને અજુગતું લાગતા શંકા જતા પરિવારજનોએ ઇસરી પોલીસને જાણ કરી દીધી હતી. જેને લઈને પોલીસે દોડી આવી ઠગબાજોને દબોચી લીધા હતા. જોકે આ પ્રકરણમાં એક શખ્સ પોલીસને હાથતાળી આપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો. કારમાંથી મેલી વિદ્યા માટે વપરાતા ખોપડી સહિતની સામગ્રી પણ મળી આવી હતી.  પોલીસની પૂછપરછ પ્રમાણે આ શખ્સ દહેગામ તરફનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ