બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In recent times, there has been an alarming rise in the number of heart attack cases in the state

હજુ કેટલાંના જીવ લેશે? / રાજકોટમાં 12 કલાકમાં 3 મોત, તો બીજી બાજુ સુરત, જેતપુર, અમદાવાદ અને મહેસાણામાં પણ હાર્ટ એટેકથી 4ના મોત

Malay

Last Updated: 01:42 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7થી વધુ લોકોએ હાર્ટ એટેકથી પોતાના જીવ ગુમાવ્યા છે.

  • રાજકોટમાં શિક્ષક સહિત ત્રણના લોકોના મૃત્યુ
  • સુરતમાં ગરબા રમતા-રમતા યુવકનું મોત નીપજ્યું 
  • જેતપુરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત
  • અમદાવાદમાં કોંગ્રેસ નેતાને આવ્યો હાર્ટએટેક 
  • મહેસાણામાં હાર્ટએટેકથી 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ 

Heart Attack News:  કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે  મથામણ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાના કારણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 7થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. હાર્ટ એટેકથી મોતના કારણે મૃતકોના પરિવારજનોમાં પણ કાળો કલ્પાત ફેલાયો છે અને પરિજનોના જાણે આંસુ ન સુકાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં 3 લોકોના હ્રદય થંભી ગયા છે. 

હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવવાનો છે, વૈજ્ઞાનિકોએ  શોધી ગજબ ટેક્નિક | danger of heart attack could be detected 3 years ahead  study research could

રાજકોટમાં 12 કલાકમાં ત્રણના મોત 
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં 12 કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. જેમાં 24 વર્ષના રણજીત યાદવનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે. તો 40 વર્ષીય આશિષ અકબરીનું પણ હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે. 43 વર્ષના દિપક વેકરિયાને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. રાજકોટમાં 12 કલાકમાં ત્રણના હાર્ટ એટેકથી મોત થતાં તબીબી નિષ્ણાંતો ચિંતામાં મુકાયા છે. 

સુરતમાં ગરબા રમતા રમતા યુવકનું મોત
સુરતના માંડવી વિસ્તારમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મુકેશ ગામીત નામનો યુવક ગઈકાલે રાત્ર ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થતાં તે ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો મુકેશને તાત્કાલિક સારવાર માટે લઇ ગયા હતા. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. મુકેશના મૃત્યુના સમાચારથી પરિવારની માથે આભ ફાટી પડ્યું છે. 

મૃતકઃ મુકેશ ગામીત

22 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત
જેતપુરમાં પણ 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મળતી માહિતી અનુસાર જેતપુરના ખજુરી ગુંદાળામાં રહેતા 22 વર્ષીય કિશન મનુભાઇ મકવાણા નામનો યુવક પોતાના ઘરે બેઠો હતો, ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારજનો તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે, કિશનને સારવાર મળે તે પહેલા જ તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. હાલ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.મ

મૃતકઃ કિશન મકવાણા

અમદાવાદમાં હાર્ટ અટેકથી વધુ એક યુવાને ગુમાવ્યો જીવ
રાજ્યમાં હાર્ટએટેકથી મૃત્યુના કેસમાં સતત વધારો થયો છે. અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રીનું હાર્ટએટેકથી નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. 

મૃતકઃ વિશાલ સોલંકી

મહેસાણામાં હાર્ટએટેકથી 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ 
તો મહેસાણામાં પણ સમાન બનાવ જ સામે આવ્યો છે. મહેસાણાના વિજાપુરના ખરોડ ગામે હાર્ટ એટેકથી 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. ખરોડ ગામના રહેવાસી દશરથ પટેલને ગતરોજ હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેમનું ઓન ધ સ્પોટ જ મૃત્યુ થઈ ગયું હતું. તેમના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ