બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, after being tensed by adulterous husband, wife swallowed poison, police complaint against four
Vishal Khamar
Last Updated: 11:14 PM, 24 June 2023
ADVERTISEMENT
રાજકોટનાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા પરણીતાએ સાસરીયાઓનાં ત્રાસથી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અલ્કા પરમાર નામની પરણીતાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું હતું. પરણીતાએ આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં પરણીતાએ કહ્યું હતું કે તેનાં પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ છે. જેથી અવાર નવાર તેનો પતિ પરણીતાને ત્રાસ આપતો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે પરણીતાનાં ભાઈએ પરણીતાનાં પતિ, સાસુ, સસરા તેમજ તેની પ્રેમીકા સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પરણીતાએ આપઘાત કરતા પહેલા વીડિયોમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
પરણીતાએ આપઘાત કરતા પહેલા વીડિયોમાં જણાવે છે કે મારી સાસુ અવાન નવાર મને મ્હેણા ટોણા મારે છે અને કહે છે કે તું ઢોંગ ધતીંગ કરે છે. તેમજ જાસ્મીન એક જ વાત કહે છે કે વહી જા....વહી જા... મારે ક્યાં જાઉં... જાસ્મીન અપશબ્દો બોલે છે. તેમજ તે કહે છે કે તું નથી જોઈતી. જેથી હું દવા પી આ પગલું ભરી રહી છું. વીડિયોમાં છેલ્લે પરણીતા કહે છે કે બધા મારી છોકરીને સંભાળી લેજો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સત્ય બહાર આવશે ? / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.