બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / In Narmada, there was an uproar after leaders' haftaraj was exposed, MP Vasava's viral letter made many allegations.

મહામંથન / નર્મદામાં નેતાઓના હપ્તારાજનો પર્દાફાશ થતાં હડકંપ મચ્યો, સાંસદ વસાવાના વાયરલ પત્રમાં અનેક આરોપ

Vishal Khamar

Last Updated: 09:24 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદના નામે વાયરલ થયેલા પત્રમાં સ્પષ્ટ આક્ષેપ હતા કે નર્મદા જિલ્લામાં કેટલાક નેતાઓ છે જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસેથી ધાકધમકીથી ખંડણી ઉઘરાવે છે. સાંસદે આ પત્ર બાબતે સ્પષ્ટતા પણ કરી છે.

જો પાયો નબળો હશે તો ઈમારત નબળી જ બનવાની આ સર્વવિદિત વાત છે.. પાયાની આ શીખ કોઈપણ દેશ કે રાજ્યના વિકાસકાર્યોને પણ એટલી જ લાગુ પડે છે.. એક નનામો પત્ર સામે આવ્યો અને ફરી એ વાત ચર્ચાના ચગડોળે ચડી કે નીચેથી ઉપર સુધી હપ્તારાજ જ ચાલે છે જેમાથી કોઈ બાકાત નથી.. આ વખતે આક્ષેપ ગંભીર હતા, સાંસદ મનસુખ વસાવાના નામે વાયરલ થયેલા પત્રમાં સ્પષ્ટ આક્ષેપ હતા કે નર્મદા જિલ્લામાં કેટલાક નેતાઓ છે જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસેથી ધાકધમકીથી ખંડણી ઉઘરાવે છે.. જો કે મનસુખ વસાવાએ આ પત્ર પોતાનો નથી એવી સ્પષ્ટતા તો કરી પરંતુ એટલુ ચોક્કસ કહ્યું કે પત્રમાં લખેલા તમામ આક્ષેપ સાચા છે.. સાંસદ કક્ષાની વ્યક્તિ જયારે નેતાઓ સામે જ આક્ષેપ થયા હોય તેને સમર્થન આપે તે ખુદ બહુ મોટી ગંભીર બાબત છે.. સૌથી મોટો સવાલ એ થાય કે વિકાસકાર્યોની ગુણવત્તાના પ્રશ્નો ભ્રષ્ટાચારના કારણે છે કે કેમ, ટેકનોલોજી છે તો લાંચિયાઓને રોકી કેમ નથી શકાતા.

  • ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે પત્ર વાયરલ થયો
  • પત્રમાં મનસુખ વસાવાના નામે ગંભીર આક્ષેપ હતા
  • નર્મદામાં ભાજપ-કોંગ્રેસના નેતા હપ્તા માંગતા હોવાનો આક્ષેપ
  • અધિકારી-કોન્ટ્રાક્ટર પાસે હપ્તા માંગતા હોવાનો આક્ષેપ
  • મનસુખ વસાવાએ પત્ર પોતાનો ન હોવાની સ્પષ્ટતા કરી
  • મનસુખ વસાવાએ પત્રમાં થયેલા આક્ષેપને સાચા ગણાવ્યા

આજની ચર્ચા કેમ?
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાના નામે પત્ર વાયરલ થયો છે. ત્યારે પત્રમાં મનસુખ વસાવાના નામે ગંભીર આક્ષેપ હતા. આ પત્રમાં નર્મદામાં ભાજપ-કોંગ્રેસના નેતા હપ્તા માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.  અધિકારી-કોન્ટ્રાક્ટર પાસે હપ્તા માંગતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.  મનસુખ વસાવાએ પત્ર પોતાનો ન હોવાની સ્પષ્ટતા કરી છે.  મનસુખ વસાવાએ પત્રમાં થયેલા આક્ષેપને સાચા ગણાવ્યા છે. 

  • નેતા-અધિકારીના હપ્તારાજનો પ્રશ્ન ચર્ચાતો રહે છે
  • ઉપર સુધી આવી ફરિયાદના પત્ર લખવામાં આવ્યા છે
  • નર્મદામાં અધિકારી-કોન્ટ્રાક્ટર પાસે ખંડણી ઉઘરાવવામાં આવે છે
  • અધિકારી-કોન્ટ્રાક્ટરને ધાકધમકી આપવામાં આવે છે
  • વિકાસના કાર્યમાં તપાસ કરાવવા લાંચ માંગવામાં આવે છે
  • કામ પૂર્ણ થયા બાદ પણ તોડબાજી કરવામાં આવે છે
  • જિલ્લાના અધિકારી-કોન્ટ્રાક્ટર ત્રાસી ગયા છે

મનસુખ વસાવાએ શું કહ્યું?
આ બાબતે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, નેતા-અધિકારીના હપ્તારાજનો પ્રશ્ન ચર્ચાતો રહે છે.  ઉપર સુધી આવી ફરિયાદના પત્ર લખવામાં આવ્યા છે. જેમાં નર્મદામાં અધિકારી-કોન્ટ્રાક્ટર પાસે ખંડણી ઉઘરાવવામાં આવે છે. અને અધિકારી-કોન્ટ્રાક્ટરને ધાકધમકી આપવામાં આવે છે. વિકાસના કાર્યમાં તપાસ કરાવવા લાંચ માંગવામાં આવે છે. કામ પૂર્ણ થયા બાદ પણ તોડબાજી કરવામાં આવે છે. જેનાથી જિલ્લાના અધિકારી-કોન્ટ્રાક્ટર ત્રાસી ગયા છે. નેતા ખંડણી ઉઘરાવતા રહેશે તો સરકારના રૂપિયાનો દુરુપયોગ થશે. જનતાના જે કામ થવા જોઈએ તે નહીં થાય. ત્યારે જિલ્લા સંકલનની બેઠકમાં મેં તમામ બાબતનું ધ્યાન દોર્યું છે. અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો ગુણવત્તાયુક્ત કામ કરે તો કટકી બંધ થઈ જાય. સરકારની ગ્રાન્ટનો પણ સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. કેટલાક નેતા ગેરમાર્ગે દોરવા હપ્તા માંગીને પછી તપાસ કરાવે છે.

  • ચૈતર વસાવા, ધારાસભ્ય, ડેડિયાપાડા
  • મોતી વસાવા, પૂર્વ ધારાસભ્ય
  • શંકર વસાવા, પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત
  • પ્રયોશા વસાવા, પ્રમુખ, જિલ્લા પંચાયત
  • રવિ દેશમુખ, ધારાસભ્ય દર્શના દેશમુખના નાના ભાઈ
  • વિરુભાઈ દરબાર, કોર્પોરેટર

નનામા પત્રમાં કોના નામ છે?
આ વાયરલ થયેલ પત્રમાં ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રયોશા વસાવા,  ધારાસભ્ય દર્સન દેશમુખના નાનાભાઈ રવિ દેશમુખ તેમજ કોર્પોરેટર વિરૂભાઈ દરબારનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ