બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / In Mehsana, the heart of a young man practicing net bowling betrayed him, 20-year-old Manish died, ICMR declared a serious heart attack.

હાર્ટએટેક / મહેસાણામાં નેટ બોલિંગ પ્રેકટિસ કરતા યુવકના હાર્ટએ દીધો દગો, 20 વર્ષના મનિષનું મોત, ICMRએ હાર્ટ એટેકનું ગંભીર તારણ કર્યું જાહેર

Vishal Khamar

Last Updated: 07:38 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. કોલેજમાં નેટ પ્રેક્ટીસ કરતી વખતે યુવકને એટેક આવતા હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ યુવકનું મોત નિપજ્યું હતું.

  • મહેસાણામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત
  • 20 વર્ષના મનિષ પ્રજાપતિને આવ્યો હાર્ટએટેક
  • કોલેજમાં નેટ બોલિંગ પ્રેકટિસ કરતા યુવકને આવ્યો એટેક

 રાજ્યમાં હજુ પણ હાર્ટ એટેકની ઘટનાઓમાં નિર્દોષ જીંદગીઓ જીવ ગુમાવી રહી છે. મહેસાણામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. 20 વર્ષીય મનીષ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો. નાગલપુર કોલેજમાં નેટ બોલિંગ પ્રેક્ટીસ દરમ્યાન યુવકને એટેક આવ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે લાયન્સ હોસ્પિટલ ખાતે લઈ જતી વખતે રસ્તામાં જ મનીષનું મોત નિપજ્યું હતું. યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. 

icmr study corona vaccine heart attack post covid hospitalization

જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી
ICMRએ કહ્યું છે કે, કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કેસો અને જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવામાં આવે તો કોરોના વાયરસના કારણે મૃત્યુનું જોખમ ઘટી જાય છે. આ સિવાય ICMRએ અભ્યાસમાં જણાવ્યું છે કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ પરિવારમાં અચાનક મૃત્યુનો રેકોર્ડ, દારૂ પીવો, મૃત્યુના 48 કલાકની અંદર ડ્રગ્સ લેવાનું અથવા મૃત્યુના 48 કલાક પહેલા જોરદાર કસરત કરવી જેવા વિવિધ કારણો હોઈ શકે છે. ICMRએ 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2023 દરમિયાન આ અભ્યાસ હાથ ધર્યો હતો.

ICMRનો સર્વે
આ અભ્યાસમાં દેશની કુલ 47 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 18 થી 45 વર્ષની વયના લોકો જે દેખાતી રીતે સ્વસ્થ હતા. તેઓએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાંથી એક પણ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત ન હતી. અભ્યાસમાં માહિતી મળી છે કે જે લોકોએ રસીના બે ડોઝ લીધા હતા. અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ