બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / | In Karnataka the Mega Opinion Poll survey shows the Congress government in the state

સર્વે / કર્ણાટકના લોકો કોની બનાવશે સરકાર? આવી ગયો પહેલો ઓપિનિયન પોલ, જાણો કોણ જીતી જશે બાજી

Kishor

Last Updated: 12:45 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે 'મેગા ઓપિનિયન પોલ'નો સર્વે  રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનતી હોવાનું દર્શાવી રહ્યો છે.

  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને જામ્યો બરાબરનો માહોલ 
  • 10 મેના રોજ યોજાઈ રહી છે કર્ણાટકમાં ચૂંટણી 
  • કોંગ્રેસની સરકાર રચાતી હોવાનો સર્વેમાં દાવો

 કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો રાજકીય વાઘા સજાવીને મેદાનમાં ઉતરી ગયા છે. એક બીજા પક્ષો પોટ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. મહત્વનું છે કે 10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે 'મેગા ઓપિનિયન પોલ'નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના પર નજર કરીએ તો આંકડા મુજબ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. જ્યારે ભાજપનો ગાઢ તૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો જેડીએસનો ગ્રાફ પણ ઘણો નીચો જણાઈ રહ્યો છે.

કોંગ્રેસ 107થી 119 બેઠકો પોતાના નામે કરી શકે છે

 CVoter સર્વે  કરવામાં આવ્યો હતો.જેમાં  17,772 લોકોનો અભિપ્રાય લેવાયો હતો. આ દરમિયાન ઓપિનિયન પોલના આંકડા એવું જણાવી રહ્યા છે કે કર્ણાટકની 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ 107થી 119 બેઠકો પોતાના નામે કરી શકે છે. તેની સરખામણીએ બીજેપીને 74 થી 86 સીટો અને જેડીએસને 23 થી 35 સીટો મળતી હોવાના સંજોગો વર્તાઈ રહ્યા છે. તો  0 થી 5 બેઠકો અન્યના ફાળે જાય તેવુ સર્વેમાં જણાવ્યું છે.

24 ટકા લોકોએ સંતોષ વ્યકત કર્યો હતો
બીજી તરફ મતદાનના આંકડામાં, ભાજપ વોટ શેરની દ્રષ્ટિએ કોંગ્રેસથી 5 ટકા પાછળ ચાલી રહ્યું છે. કોંગ્રેસને 40 ટકા અને ભાજપને 35 ટકા વોટ શેર મળી રહ્યા છે. વધુમાં જેડીએસને 17 ટકા વોટ મળી શકે છે. અને અન્યને ફાળે 8 ટકા મત જઈ શકે છે.  કર્ણાટકમાં સરકારનું કામ કેવું રહ્યુંના જવાબમાં 29 ટકા સારું, 19 ટકા એવરેક અને 52 ટકા ખરાબ રહ્યું હોવાનો અભિપ્રાય આપવામા આવ્યો હતો. સાથે સાથે કર્ણાટકમાં મુખ્યમંત્રીના કામથી 24 ટકા લોકોએ સંતોષ વ્યકત કર્યો હતો તો 25 ટકા સરેરાશ અને 51 ટકા ખરાબ નોંધાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ