બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / In just 3 days Adipurush broke tremendous records and created history, beat these films including 'Pathan'

Box Office Collection / માત્ર 3 જ દિવસમાં 'આદિપુરૂષ'એ તોડ્યા જબરદસ્ત રેકોર્ડ, રચ્યો ઇતિહાસ, 'પઠાન' સહિત આ ફિલ્મોને પછાડી

Megha

Last Updated: 01:26 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આમ છતાં રિલીઝના ત્રણ દિવસમાં 'આદિપુરુષ'એ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

  •  'આદિપુરુષ'એ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા
  • ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે
  • વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડ કરતાં વધુ કમાણી 

ઓમ રાઉતની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. જો કે હાલ ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને દ્રશ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ પણ છે જેના પર ફેન્સ ખૂબ નારાજ છે. એમ છતાં ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. 

 'આદિપુરુષ'એ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા
આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આમ છતાં રિલીઝના ત્રણ દિવસમાં 'આદિપુરુષ'એ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડ કરતાં વધુ કમાણી 
sacnilkના અહેવાલ મુજબ, 'આદિપુરુષ'એ પ્રથમ ત્રણ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 216.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેમાંથી રૂ. 112.19 કરોડનો બિઝનેસ માત્ર હિન્દી વર્ઝનનો છે. 'આદિપુરુષ'એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ત્રણ દિવસમાં વર્લ્ડવાઈડ 340 કરોડની કમાણી કરી છે. 

આ સાથે જ 'આદિપુરુષ' એ ગયા વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂર સ્ટારર 'બ્રહ્માસ્ત્ર'નો રેકોર્ડ પણ તોડ્યો હતો અને પહેલા દિવસે જ શાનદાર કમાણી કરી હતી. 'આદિપુરુષ'એ તેની રિલીઝના ત્રણ દિવસમાં 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જ્યારે પઠાણે તેની રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં 166.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલે કે આદિપુરુષ ત્રણ દિવસમાં બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

જણાવી દઈએ કે 'આદિપુરુષ'એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 85 કરોડથી વધુની કમાણી કરીને ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

પહેલા દિવસથી ફિલ્મની થઈ રહી છે ટીકા
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ને જોવા માટે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રામાયણની કહાની પર આધારિત આ ફિલ્મના ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. રામાયણની કહાની દર્શાવતી ફિલ્મના ઘણા ડાયલોગ્સ આજની સામાન્ય ભાષામાં હતા, જેના કારણે પહેલા દિવસથી જ આ ફિલ્મની ખૂબ જ ટીકા થઈ છે.  સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું રિએક્શન ફિલ્મને લઈને ખરાબ છે. લોકો ફિલ્મ મેકર્સ પર ગુસ્સો ઉતારી રહ્યા છે. ત્યારે હવે મનોજ મુન્તશીરે કહ્યું છે કે 'આ અઠવાડિયે ફિલ્મના વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલવામાં આવશે અને તેને ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ