બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Junagadh, the daughters made a six-foot statue in memory of the late mother

અનોખો માતૃપ્રેમ / સ્વર્ગીય માતાની યાદમાં પુત્રીઓએ બનાવી છ ફૂટની પ્રતિમા, રોજ સવાર-સાંજ ચા-નાસ્તો, ભોજન અને આરતી

Priyakant

Last Updated: 02:03 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: 3 પુત્રીઓની માતાનું અવસાન થતા પુત્રીઓ દ્વારા માતા હજુ હયાત જ છે તેવી પ્રતિતી થાય તે માટે માતાનું સ્ટેચ્યુ બનાવી અનોખી માતૃવંદના કરવામાં આવે છે

  • જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જૂનાગઢમાં અનોખો માતૃપ્રેમ
  • સ્વર્ગીય માતાની યાદમાં પુત્રીઓએ બનાવી છ ફૂટની પ્રતિમા
  • દીકરીઓ માતાની પ્રતિમાને રોજ સવાર-સાંજ ચા-નાસ્તો આપે છે 

જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં માતૃપ્રેમની એક અનોખી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, માંગનાથ વિસ્તારમાં રહેતી ત્રણ પુત્રીઓની માતાનું અવસાન થતા પુત્રીઓ દ્વારા માતા હજુ હયાત જ છે તેવી પ્રતિતી થાય તે માટે માતાનું સ્ટેચ્યુ બનાવી અનોખી માતૃવંદના કરવામાં આવે છે. જ્યારે તેમના માતા જીવતા હતા ત્યારે જે પ્રકારે સેવાચાકરી કરવામાં આવતી હતી તેવી જ હાલમાં સેવા કરવામાં આવી રહી છે. માતાના અવસાન બાદ તેમનું મોટું સ્ટેચ્યુ બનાવી જૂનાગઢની ત્રણેય પુત્રીઓએ તેમની માતા પ્રત્યેનો અનોખો ભાવ વ્યકત કર્યાં છે.

જૂનાગઢની ત્રણ પુત્રીઓએ તેમની માતાના અવસાન બાદ એન સરાહનિય કામ કર્યું છે. દીકરીઓએ માતાના મૃત્યુ બાદ તેમનું સ્ટેચ્યુ બનાવી હજુ તેમના માતા હયાત જ છે તેવી પ્રતિતી ઊભી કરી છે. જેમાં માતા હયાત છે તેવું માની માતાની અગાઉ જેવી જ સેવા-પૂજા, થાળ, તેમના કપડા બદલાવવા, સ્નાન કરાવવું સહિતની પ્રવૃતિ કરી રહી છે. ત્રણેય પુત્રીઓએ માતાને ગમતી તમામ સેવાકિય પ્રવૃતિઓ કરવા માટે પુત્રીઓને થાય છે. આ સાથે ટ્રસ્ટ બનાવી અનેક પ્રકારની સેવાકિય કામગીરી શરૂ કરી છે.

કોણ છે એ દીકરીઓ ? 
જૂનાગઢના માંગનાથ વિસ્તારના સ્વ.હિરાબેનની પુત્રીઓ જેમાં કલ્પનાબેન, શિતલબેન અને જીયાબેન નામની ત્રણેય દિકરીઓ તેમની માતાને દરરોજ સવારમાં ઉઠીને પગે લાગે છે. આ સાથે બહારથી આવી તુરંત જ તેમને પગે લાગે છે,  બહાર જાય ત્યારે તેમને કહીને જાય છે. આ સાથે દીકરીઓ સવાર હિરાબેનની પ્રતિમાને ચા અને નાસ્તો આપે છે. બપોરે અને સાંજે ભોજનનો થાળ ધરે છે, તેમને સ્નાન કરાવી કપડા પણ બદલાવે છે. વિગતો મુજબ હિરાબેનના પતિ એસટીમાં નોકરી કરતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ