બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / In Jahangirpura, Surat, a girl was killed by a youth named Junaid Noor Mohammad, who pushed her to death from the 10th floor.

અદાવત / યુવતીએ નાના ભાઈ સાથે સગાઈ તોડતા યુવકે લીધો ખૂની બદલો, 10માં માળેથી ધક્કો મારતા દડાની જેમ નીચે પટકાઈ, સુરતનો બનાવ

Dinesh

Last Updated: 11:31 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના જહાંગીરપૂરામાં યુવતીની જૂનેદ નૂર મોહમ્મદે નામના યુવકે હત્યા કરી હતી, યુવકે યુવતીને 10માં માળેથી ધક્કો મારતા મૃત્યુ થયું હતું.

  • યુવકે યુવતીને 10માં માળેથી માર્યો ધક્કો
  • યુવતીનું નીચે પટકાતા મૃત્યુ
  • ભાઈ સાથે સગાઈ તોડવાની રાખી અદાવત


સુરતના જહાંગીરપૂરામાં યુવતીની હત્યા કે, આત્મહત્યા મામલે નવો એંગલ સામે આવ્યો છે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીની હત્યા થઈ હતી. સુરતના જહાંગીરપૂરામાં યુવકે યુવતીને 10માં માળેથી ધક્કો મારતા મૃત્યુ થયું હતું.

યુવકે યુવતીની હત્યા કરી
જૂનેદ નૂર મોહમ્મદે નામના યુવકે યુવતીની હત્યા કરી હતી. યુવતીની નીચે પટકાવવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. યુવતીએ યુવકના નાના ભાઈ સાથે સગાઈ તોડતા યુવકે બદલો લીધો છે. સગાઈ તોડ્યા બાદ આરોપી યુવક અને યુવતી સોશિયલ મીડિયામાં સંપર્કમાં હતા. જેમાં યુવકે અદાવત રાખી યુવતીને બોલાવી ઝગડો કર્યો હતો. અત્રે જણાવીએ કે, પોલીસે આરોપી યુવકની  ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવકએ નાટ્યાત્મક નિવેદન આપ્યું હતું
યુવકે કહ્યું હતું કે, બુરખો પહેરીને આવેલી 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહએ છરાથી ઘાતકી હુમલો કર્યો હતો. અને આ બાદ યુવતી દસમા માળેથી જાતે કૂદી ગઈ અને આપઘાત કરી લીધો હતો. યુવતીનું આ બાદ મોત થયું હોવાનું યુવકનું રટણ રહ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

યુવકે ઘટનાને લઈ શું કહ્યું હતું
યુવક અનુસાર સોશિયલ મીડિયામાં 2 દિવસથી યુવતી સાથે તે ચેટિંગ કરતો હતો. ચેટિંગ બાદ યુવકે યુવતીને ઘરે મળવા બોલાવી હતી. યુવતી બુરખો પહેરીને મળવા આવી હતી અને તેની પાસે બે કોલ્ડ્રીંક્સની બોટલો હતી. યુવક અનુસાર યુવતીએ લાવેલું કોલ્ડ્રિંક્સ પીવાની ના પાડતાં યુવતીએ યુવક પર હુમલો કર્યો હતો. યુવતીએ ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો અને આ બાદ યુવતી 10માં માળથી કૂદી ગઈ અને તેણે આપઘાત કરી લીધો. જો કે સુરત પોલીસ આ મામલે ઊલટ તપાસ કરી સત્ય ઘટના સામે લાવી દીધી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ