બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Gujarat jantri rate was kept twice in cultivated and non cultivated land

સત્તાવાર / ગુજરાતમાં જંત્રીને લઈને મોટા સમાચાર, ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાયો, જુઓ રહેણાક અને ઓફિસ જંત્રી કેટલી?

Kishor

Last Updated: 09:40 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેતી તથા બિનખેતીની જમીનના જંત્રી દરો બે ગણા કરવામાં આવેલ તથા ખેતી તથા જમીન, બાંધકામના સંયુકત દરમાં ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ૧.૫ ગણા (દોઢા) કરવાનું નક્કી કરાયું છે.

  • રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો વસૂલવામાં આવશે
  • ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે
  • ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે

જંત્રીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો વસૂલવામાં આવશે. તથા ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે. તેમજ ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે. તેમ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામા આવી છે.

Image

બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યા 

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં આવશે. જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા  તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો અમલમાં મૂકવામાં આવશે. ત્યારે રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી જણાવ્યું છે. વધુમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવા નક્કી કરાયું છે. જ્યારે જમીન + બાંધકામના સંયુકત દરમાં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે ૧.૫ ગણા (દોઢા) કરવાનું,  તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની  ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવામાં આવ્યા છે.
 
વધુમાં ખેતીથી - ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ ખેતીથી – બિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે. જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં આવશે નહી! ઉપરાંત ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ