બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / In Bosnia the president started mowing the grass growing over the divider with his own hands

ગજબ / કર્મચારીઓની કામચોરીથી થાકી ગયો...: રસ્તા પર ઘાસ કાપવા લાગ્યા આ દેશના રાષ્ટ્રપતિ, જોવા થઈ ગયો ટ્રાફિક જામ

Kishor

Last Updated: 01:47 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોસ્નિયા અને હરઝગોવિનામાં કર્મચારીઓની કામચોરીના કારણે કંટાળી ગયેલા રાષ્ટ્રપતિએ પોતાના હાથે ડિવાઈડર ઉપર ઉગતા ઘાસને કાપવાનું શરૂ કર્યું હતું.

  • બોસ્નિયા અને હરઝગોવિનામાં કર્મચારીઓની કામચોરીના કારણે કંટાળી ગયા રાષ્ટ્રપતિ
  • રાષ્ટ્રપતિએ અપના હાથ જગન્નાથની માફક ડિવાઈડર ઉપર ઉગતા ઘાસને કાપવાનું શરૂ કર્યું
  • નજારો જોવા લોકો ઉમટી પડ્યા

વિશ્વના તમામ દેશોમાં રાષ્ટ્રપતિના પદને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ પ્રથમ નાગરિક ઉપરાંત બંધારણીય વડા છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં કર્મચારીઓની કામચોરીના કારણે કંટાળી ગયેલા રાષ્ટ્રપતિએ અપના હાથ જગન્નાથની માફક ડિવાઈડર ઉપર ઉગતા ઘાસને કાપવાનું શરૂ કરી દીધું હતું. બોસ્નિયા અને હરઝગોવિનામાંથી આ ઘટના સામે આવી હતી. જ્યા સર્બ બહુલ રિપબ્લિકા સર્પ્સકાના પ્રમુખ પોતે રસ્તા વચ્ચે ઘાસ કાપતા દેખાયા હતા. તેઓએ વિપક્ષ સંચાલિત પાલિકાના કામ સામે અસંતોષ વ્યકત કર્યો હતો. જેના કામનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે બોસ્નિયા અને હરઝગોવિનામાંથી એક સાથે ત્રણ રાષ્ટ્રપતિ સત્તામાં છે. જે અલગ અલગ સમુદાયની આગેવાની કરે છે.

રિપબ્લિકા સર્પ્સકાના પ્રમુખ મિલોરાડ ડોડિકે પ્રાદેશિક રાજધાની બાંજા લુકામાં રસ્તા પર ઊગી નીકળેલ ઘાસ કાપી સાફ કર્યું હતું. રશિયન ટીવીના અહેવાલ મુજબ તેને ઘાસ કાપતો જોઈને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે ટ્રાંફિક ક્લિયર કરાવવા ખૂબ સમય લાગ્યો હતો.ડોડિકે ટ્વીટ કરીને અધિકારીઓને આ સ્થળ સાફ રાખવા બાબતે આપીલ કરી હતી. 


સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા એક મિનિટ લાંબા વીડિયોમાં નેતા હાઇવે વચ્ચે ઘાસ કાપતા દેખાઈ રહ્યા છે. આ નીંદણ વાહનચાલકોની વિઝિબિલિટીમાં અવરોધ ઊભો કરીને ટ્રાફિકને જોખમ ઉભું કરી રહ્યા હતા. જ્યા કટિંગ કામગીરી હાથ ધરતાની સાથે જ નજારો નિહાળવા લોકો ઉમટ્યા હતા. જ્યા વાહનોના ઠપ્પા લાગ્યા હતા. તો લોકોએ હોર્ન વગાડીને પણ કામના વખાણ કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ