બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / In Bhavnagar city unrest was enforced in some areas

નિયમ લાગુ / ભાવનગર શહેરમાં આ વિસ્તારોમાં મિલકત લે-વેચ માટે કલેકટરની ખાસ પરમિશન લેવી ફરજિયાત, જાણો શું હોય છે અશાંતધારો

Kishor

Last Updated: 12:17 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે અને ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ કરાયો છે. જેથી હવે મિલકત મામલે કલેકટરને જાણ કરવી જરૂરી બની છે.

  • ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ
  • ભાવનગર પુર્વના ધારાસભ્યની રજુઆતથી અશાંતધારો લાગુ
  • શહેરના 23 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશાંતધારો લાગુ

ભાવનગર શહેરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આમ ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તે માટે અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરવામાં આવી હતી.


અશાંતધારો શું છે?

  • અશાંતઘારાના વિસ્તારમાં સ્થાવર મિલકત વેચી શકાતી નથી
  • મિલકત વેચવી હોય તો કલેક્ટરને કરવી પડે છે જાણ
  • મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો તંત્રને આપવી પડે છે
  • કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે
  • અશાંતધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે
  • કોઈ મિલકતો ટ્રાન્સફર તઈ હોય તો તેમાં કલેક્ટર સુઓમોટો દાખલ કરીને મિલકત પાછી અપાવી શકે
  • વારંવાર 2 કોમ વચ્ચે તણાવ થતો હોય ત્યાં લગાવવામાં આવે છે અશાંતધારો


આ કાયદો કેમ જરૂરી?

  • કોમી તોફાનોના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે
  • ખોટી કનડગત કે હેરાનગતિ કોઈ ન કરે તે માટે
  • ધાકધમકીથી મિલકતો કોઈ પચાવી ન પાડે
  • નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહીં
  • કોઈ એક ચોક્કસ સમુદાયની વસ્તી વધી ન જાય
  • એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયને હેરાન ન કરે
  • કોઈ વિસ્તારમાં એક ધાર્મિક સમુદાયનું વર્ચસ્વ ન વધે

ભાવનગરના આ વિસ્તારના તમામ વોર્ડ આવરી લેવાયા

  • ગીતા ચોક
  • ડોન ચોક
  • ડેરી રોડ
  • મુરી ડેરી
  • તિલકનગર
  • નવી માણેકવાડી

અશાંત ધારા એટલે શું? 

જ્યારે મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.

અશાંતધારાથી કોમી વૈમનસ્ય પર કંટ્રોલ
કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી. જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો. તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા. કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ