બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Bapunagar a youth inflicted knife wounds on an informer neck a complaint was filed

અમદાવાદ / ‘તું પોલીસને બાતમી આપે છે’ કહી બાપુનગરમાં બાતમીદારના ગળા પર યુવકે ઝીંકી દીધા છરીના ઘા, ફરિયાદ દાખલ

Kishor

Last Updated: 06:55 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તે જ મને જેલમાં મોકલ્યો હતો અને ‘તું પોલીસને બાતમી આપે છે’ તેમ કહીને યુવકનાં ગળા પર અરોપીએ છરી ફેરવી દીધી હોવાનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે.

  • ‘તું પોલીસને મારી બાતમી આપે છે કહી હુમલો
  • યોગેશ નામના શખ્સે પોલીસના બાતમીદારના ગળા પર છરી ફેરવી દીધી
  • અલ્પેશ ઠાકોરે પોલીસને તેની બાતમી આપી હોવાની શંકા

‘તું પોલીસને મારી બાતમી આપે છે અને તેં જ મને જેલમાં મોકલ્યો હતો’ કહીને યોગેશ નામના શખ્સે પોલીસના બાતમીદારના ગળા પર છરી ફેરવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યોગેશને શંકા હતી કે અલ્પેશ ઠાકોરે પોલીસને તેની બાતમી આપી છે. આ શંકાના આધારે તેણે મોડી રાતે બબાલ કરી હતી. અલ્પેશ નોકરી પતાવીને ઘરે જતો હતો ત્યારે તે બનેવીને મળવા માટે ઊભો રહ્યો હતો, જ્યાં મામલો બીચક્યો હતો.

ઓઢવમાં નજીવી બાબતે ઝઘડો કરી મિત્રએ મિત્ર પર છરીના ઘા ઝીંક્યા | Ahemdabad  Odhav Quarrel Crime

યોગેશ ઉર્ફે ગનિયા પવાર વિરુદ્ધ મારામારીની ફરિયાદ
બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા અલ્પેશ ઠાકોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં યોગેશ ઉર્ફે ગનિયા પવાર વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. અલ્પેશ ઠાકોર પરિવાર સાથે રહે છે અને બાપુનગરમાં શ્રેયા એપ્રોઇન્સ નામની દુકાનમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ગઇ કાલે અલ્પેશ નોકરી પૂરી કરીને ઘરે આવતો હતો તે વખત બાપુનગર પોસ્ટ ઓફિસ ખાતે તેના બનેવી જૈમિન ઠાકોર યોગેશ પવાર નામના યુવક સાથે ઊભા હતા. 

ઇજાગ્રસ્ત અલ્પેશને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો
અલ્પેશ બનેવીને મળવા માટે ગયો હતો જ્યા યોગેશ ઉશ્કેરાયો હતો અને કહેવા લાગ્યો હતો કે તું મારા વિશે ચડામણી કરે છે. તું મારી બાતમી આપે છે અને તેં જ મને અગાઉ જેલમાં મોકલ્યો હતો. અલ્પેશ ચૂપચાપ યોગેશની વાત સાંભળતો હતો ત્યારે તે ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. અલ્પેશે ગાળો બોલવાની ના પાડતાંં યોગેશે તેના પર હુમલો કરી દીધો હતો. યોગેશ ક્યાંકથી છરી લઇને આવ્યો હતો અને અલ્પેશના ગળામાં ફેરવી દીધી હતી. ઇજાગ્રસ્ત અલ્પેશને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યારે બાપુનગર પોલીસે યોગેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ