બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Anand district, 5 people were cheated in their plan to go abroad

કાર્યવાહી / વિદેશનો મોહ ભારે પડ્યો! એજન્ટે એકસાથે 5 લોકોને રોવડાવ્યાં, ડમી લેટરના નામે 20.60 લાખ પડાવી લીધા

Vishal Khamar

Last Updated: 08:59 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં જીલ્લામાં વિદેશ જવાની લ્હાયમાં એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરતા ભોગ બનનાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત અન્ય 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • વિદેશ જવાની લ્હાયમાં આણંદ જિલ્લામાં 5 લોકો છેતરાયા
  • એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી 20.60 લાખ પડાવી લીધા
  • હાઇસ ગ્લોબલ કન્સલ્ટન્સીના માલિક દ્વારા અચરાઈ છેતરપિંડી

 આણંદ જીલ્લાનાં સોજિત્રા રોડ પર મારૂતિ સોલારાઈસમાં હાઈસ ગ્લોબલ કન્સલટન્સીની ઓફીસ આવેલી છે.  આ કન્સલન્ટસીના માલિક મનીષ મનહર પટેલ રહે. અલર્ક સોસાયટી, બાકરોલી વાળા તેમજ તેઓના ભાગીદાર ભરત હરમાન પટેલ રહે. દાદાની ખડકી વાળા છેલ્લાં ઘણા સમયથી રાવળપુરા ખાતે રહેતા કુલદીપ પરમાર પાસેથી ખોટા ઓફર લેટર તેમજ ખોટા ઓફર લેટરમાં છેડછાડ કરી વિદેશ જવા ઈચ્છતા લોકોને પકડાવીને તેઓ સાથે છેંતરપીંડી આચરતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી હતી.

 Haryana's Gurugram, which is adjacent to Delhi. The young man met here after friendship through social media. During the...

સોશિયલ મીડિયા મારફતે લોભામણી જાહેરાત આપી
રેડ દરમ્યાન પોલીસ દ્વારા ઓફીસમાં હાજર લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા ઓફીસમાં તપાસ હાથ ધરતા કોમ્પ્યુટરમાંથી અલગ અલગ કંપનીનાં ઓફર લેટર પણ મળ્યા હતા.  મુખ્ય સુત્રધાર મનીષ પટેલ દ્વારા સોશિયલ મીડિયા મારફત લોભામણી જાહેરાત આપી લોકોને વિશ્વાસ આપી નોટરાઈઝ લખાણ કરાવી તેમજ રજીસ્ટ્રેશન ફી તેમજ ટ્રાવેલ ફી નાં પૈસા લઈ કોઈ પ્રોસેસ કરી ન હતી. જે બાદ ગ્રાહકો દ્વારા પૈસા પરત માંગતા તેઓને વાયદાઓ કરી અમુક ટકા નાણાં જ પરત પાછા આપવાનો વાયદો કરવામાં આવતો હતો. 

વધુ વાંચોઃ આજે ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક: વિવિધ મુદ્દાઓ પર કરાશે વિચારવિમર્શ

પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર
મનીષ પટેલ દ્વારા નિધિ જયંતકુમાર શાહ, શાહનવાજ ઈકબાલભાઈ સૈયદ, હાર્દિક અનિલકુમાર પટેલ, મયંક દેસાઈ સહિતનાં ગ્રાહકોને ખોટા ઓફર લેટર સાચા તરીકે મોકલી આપી તેઓ પાસેથી રૂા. 20.60 લાખની  છેંતરપીંડી આચરી હતી. ત્યારે પોલીસે ભરત પટેલ અને કુલદીપ પરમારને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર મનીષ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Agent Anand Chantarpindi Consultancy Police Complaint આણંદ એજન્ટ છેંતરપીંડી પોલીસ ફરિયાદ Anand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ