બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, the epidemic reached its head

અમદાવાદ / વરસાદના વિરામ બાદ AMCનું આરોગ્ય ખાતું એક્શનમાં: હોસ્પિટલોમાં મચ્છરોનું બ્રીડિંગ મળ્યું તો દંડ ફટકારાયો, જુઓ કેટલો

Dinesh

Last Updated: 11:25 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદી સિઝનમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે, સાદા મલેરિયાના 3 કેસ, ઝેરી મલેરિયાનો 1 કેસ અને ડેન્ગ્યુના 9 કેસ નોંધાયા છે

  • અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું
  • નવ દિવસમાં ઝાડા ઉલ્ટીના 253 કેસ નોંધાયા
  • કોર્પોરેશનનો આરોગ્ય ખાતું પણ હરકતમાં આવ્યું

ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ ફરી રોગચાળાએ માથું ઉચક્યું છે. વરસાદી સિઝનમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. જેમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ મહિનામાં માત્ર નવ દિવસમાં સાદા મલેરિયાના 3 કેસ, ઝેરી મલેરિયાનો 1 કેસ અને ડેન્ગ્યુના 9 કેસ તેમજ ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયા છે.

ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
સાથો સાથ પાણીજન્ય રોગચાળામાં પણ વધારો નોંધાયો છે. માત્ર નવ દિવસમાં ઝાડા ઉલ્ટીના 253 કેસ, કમળાના 44 કેસ, ટાઇફોઇડના 108 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં વધતો જતા રોગચાળાને પગલે કોર્પોરેશનનો આરોગ્ય ખાતું પણ હરકતમાં આવ્યું છે. મચ્છરોના બ્રીડિંગને લઈ વિવિધ એકમોનું ચેકિંગ હાથ ધર્યું હતું. મંગળવારે વિવિધ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં મચ્છરોને લઈ દંડ ફટકારવામાં આવ્યું છે. 

હોસ્પિટલોને દંડ ફટકાર્યો
જેમાં શાલીન હોસ્પિટલ અને સાયન્સ સિટી હોસ્પિટલ તેમજ લોટસ હોસ્પિટલને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે ડો. વૈદેહી નર્સિંગ હોમ દાણીલીમડાને 3000 રૂપિયા દંડ ફટકાર્યો છે. શ્લોક હોસ્પિટલને  રૂપિયા 2500નો દંડ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, ગત સપ્તાહમાં 900 એકમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 8 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ