બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, a female friend blackmailed her friend and extorted money

બ્લેકમેઇલ / બહેનપણીએ દીધો દગો! મહિલાને બેભાન કરી પુરુષ સાથે લીધા વાંધાજનક ફોટા, અમદાવાદમાં ટોળકી સક્રિય

Vishal Khamar

Last Updated: 04:56 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેનાં મિત્રનાં અન્ય પુરુષ સાથે ફોટા પાડ્યા હતા. જે બાદ તેની મિત્ર દ્વારા તે ફોટાનાં આધારે બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવ્યા હતા. જે બાદ મહિલા દ્વારા કંટાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી હતી.  આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા સરદારનગર પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી અને આગળી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મહિલા એક લોન એજન્ટ હતી તે મિત્રની સહ આરોપીને લઈને મુખ્ય આરોપીના ઘરે લોનના કામ માટે ગઈ હતી ત્યાં એકલતાનો લાભ ઉઠાવીને તેના બીજી પુરૂષ સાથે ફોટા પડાવીને બ્લેકમેલ કરીને 3 લાખ પડાવી લીધા હતા. આ ઘટના બાદ બીજા 50 હજાર માંગતા મિત્રએ મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતીને હવે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

મહિલાને બેભાન કરી પરપુરુષ સાથે તેના ફોટા પાડ્યા

રુપિયા મેળવવા માટે મહિલા મિત્ર એ તેની જ મિત્ર ને બ્લેકમેઇલ કરી અને તેની પાસેથી 3 લાખ રુપિયા પડાવી લીધા હતા. મહિલા ને બેભાન કરી પર પુરુષ સાથે તેના ફોટા પાડી તેને બ્લેકમેલ કરવામાં આવી. જે મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી પતિ-પત્ની સહિત કુલ ત્રણની ધરપકડ કરી હતી. સાથે જ અન્ય કોઈ મહિલાને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા છે કે કેમ, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

સરદારનગર પોલીસે ત્રણ આરોપીઓ ના નામ પૂજા દાવર. તેના પતિ રાજેશ દાવર અને મંજુ અહુજા છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 35 વર્ષીય લોન એજન્ટ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપી પૂજા દાવરની મહિલા મિત્રએ કેફી પીણું પીવડાવી પર પુરુષ સાથે ના તેના ફોટા પાડ્યા હતા. અને તે ફોટા વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ₹3 લાખ પડાવી લીધા જોકે આરોપીએ વધુ 50 હજારની માંગ કરતા ફરિયાદીએ પરિવારને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

એમ.ડી.ચંપાવત (PI, સરદારનગર પોલીસ સ્ટેશન)

વધુ વાંચોઃ ગુજરાતમાં બંધ પડેલી સી-પ્લેન સેવા ફરી શરૂ કરવાના સોગઠાં, 3 કંપનીઓ સાથે અંદરખાને ચાલી રહી છે વાત

આરોપીઓ દ્વારા 3 લાખ રૂપિયા પડાવ્યા

જો ગુનાની વાત કરીએ તો 2022 માં ભોગ બનનાર આ ગુનાની સહ આરોપી મંજુ અહુજાને લઈ મુખ્ય આરોપી પૂજાના ઘરે લોનની કામગીરી માટે ગઈ હતી. તે સમયે ત્રણેય આરોપીએ રચેલા પ્લાન મુજબ અન્ય એક પુરુષ હાજર હતો. અને ભોગ બનનારને કેફી પીણું પીવડાવી તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા. જે બાદ મહિલા પાસેથી અવારનવાર કુલ ૩ લાખ રૂપિયા આરોપીએ મેળવી લીધા હતા. તેમ છતાં આરોપીઓનો ત્રાસ ચાલુ રહેતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે પતિ પત્ની અને અન્ય એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે પોલીસની તપાસમાં વધુ એક મહિલા આ ટોળકીનો ભોગ બની છે. જેની પોલીસ શોધખોળ કરી વધુ એક ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ