બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, 35 rupees onions are available cheap and good

રાહત / ગરીબ અને મઘ્યમવર્ગને હાશકારો! અમદાવાદમાં બજાર કરતાં 30 થી 35 રૂપિયા સસ્તી અને સારી મળી રહી છે ડુંગળી, જુઓ ક્યાં

Kishor

Last Updated: 05:03 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના મારથી બચાવવા કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા મહત્વનું પગલું ભરી અમદાવાદ શહેરમાં રાહતદરે ડુંગળીનું વેચાણ શરુ કરાયું છે.

  • અમદાવાદ શહેરમાં નાફેડ દ્વારા  રાહતદરે ડુંગળીનું વેચાણ
  • મોંઘવારીના મારથી બચાવવા કેન્દ્ર સરકાર અને નાફેડનું મહત્વનું પગલું
  • વધતા ભાવો વચ્ચે સરકાર સસ્તા ભાવે વેચી રહી છે ડુંગળી

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળી અત્યારે લોકોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ત્યારે અમદાવાદમાં નાફેડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોંઘવારીના મારથી બચવા માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે ડુંગળીના વધતા જતા ભાવો વચ્ચે સરકાર હવે સસ્તા ભાવમાં ડુંગળીનું વેચાણ કરી રહી છે.. જે નિણર્યને લોકો આવકારી રહ્યા છે. 

શહેરમાં વિવિધ સ્થળોએ નાફેડના બેનર સાથે વાહનોમાં લાગ્યા સ્ટોલ

નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે નાફેડ દ્વારા ડુંગળીના વધતા ભાવને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. અમદાવાદમાં અત્યારે નાફેડ દ્વારા 25 રૂપિયા કિલો લેખે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળોએ નાફેડના બેનર સાથે વાહનોમાં સ્ટોલ લાગ્યા છે. લોકલ બજારમાં 60થી 70 રૂપિયા પ્રતિકિલોથી ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદમાં દરરોજ અત્યારે 15 ટેમ્પોના માધ્યમથી નાફેડ ડુંગળીનું વેચાણ કરે છે. બજારમાં થતા કાળા બજાર વચ્ચે ૩૦ રૂપિયા સુધીના સસ્તામાં ભાવમાં અમદાવાદમાં સારી ક્વોલીટીની ડુંગળી મળી રહી છે.

25 રૂપિયે કિલો ડુંગળીનું નાફેડ દ્વારા કરાઈ રહ્યું છે વેચાણ

ત્યારે સરકારનું આ પગલુ ગરીબ અને મઘ્યમવર્ગ માટે ખુબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. લોકોને અત્યારે બજાર ભાવ કરતા ડુંગળી 30થી 35 રૂપિયા સસ્તી અને સારી મળી રહી છે... આમ એક તરફ મોંઘવારીએ માજા મુકી છે અને બીજી તરફ આ ડુંગળીના ભાવ વધ્યા ત્યારે નાફેડ અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાથી લોકોને મહદઅંશે રાહત થઈ છે....

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ