બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / In a week, Gujarat will be engulfed by Meghraja, the remaining areas will also receive rain

આગાહી / એક અઠવાડિયામાં ગુજરાત ઘમરોળશે મેઘરાજા, જે વિસ્તારોમાં બાકી છે ત્યાં પણ પડશે વરસાદ: જુઓ શું કહે છે સ્કાયમેટની આગાહી

Vishal Khamar

Last Updated: 04:32 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કાયમેટ દ્વારા આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સ્કાયમેટ દ્વારા અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • આગામી 1 અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ 
  • 16-17 જૂને ગુજરાતભરમાં વરસાદની સ્કાયમેટની આગાહી 
  • ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશેઃ સ્કાયમેટ

વરસાદને લઈને સ્કાયમેટ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં આવતું એક અઠવાડિયું એટલે કે  વાતાવરણ અંગે માહિતી આપવી વેબસાઇટ સ્કાઇમેટે આગાહી કરતાં કહ્યું છે કે 16-17 જુલાઇએ ગુજરાતભરમાં વરસાદ વરસી શકે છે.  ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં જ્યાં હજી સુધી સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. તો  દક્ષિણના વલસાડ, નવસારી ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે. તો પુર્વીય ગુજરાત સહિત અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.  

સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી

ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશેઃ સ્કાયમેટ
વધુમાં સ્કાયમેટ દ્વારા વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 1 અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ કરી શકે છે. ત્યારે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તેમજ દક્ષિણ- પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદ થશે. કચ્છ અને જામનગર- દ્વારકામાં પણ વરસાદનું જોર સામાન્ય રહેશે. તેમજ જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ સારો વરસાદ થશે. તેમજ વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ભાવનગર, તાપીમાં વરસાદ થસે. ઓફસોર ટ્રફ મજબૂત બનશે. બંગાળની ખાડીમાં નવું ચક્રવાત બનશે. 

સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારમાં વરસાદ પડશે
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 16 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.  વધુમાં 17 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં વરસાદ પડે તેવી શકયતા સેવાઇ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ