1990માં બીપીના દર્દીઓ 65 કરોડ હતા. જે વધીને 2019માં 130 કરોડ થઈ ગયા છે. તેમાંથી 1 કરોડ 80 લાખ લોકો માત્ર હાઈ બ્લડ પ્રેશરને કારણે અકાળે મૃત્યુ પામ્યા
1990 થી 2019 સુધીમાં બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ડબલ થઇ
અડધા લોકોને ખબર જ નથી કે તેઓને બ્લડ પ્રેશરના છે
આ ઉપાયથી બચી શકાય છે
હાઈ બ્લડ પ્રેશરએ વધતા જતા ગંભીર રોગમાનો એક છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરે વિશ્વમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓનો અત્યાર સુધીનો ડેટા જારી કર્યો છે. જેના દાવા અનુસાર 1990 થી 2019 સુધીના સમયગાળા દરમિયાન હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓની સંખ્યા લગભગ ડબલ થઇ ગઈ છે. 1990માં બીપીના દર્દીઓ 65 કરોડ હતા. જે વધીને 2019માં 130 કરોડ થઈ ગયા છે. તેમાંથી 1 કરોડ 80 લાખ લોકો માત્ર હાઈ બ્લડ પ્રેશરને કારણે અકાળે મૃત્યુ પામ્યા હોવાનું પણ જાહેર થવા પામ્યું છે. જે લોકોનું બ્લડ પ્રેશર (સિસ્ટોલિક) 140/90 (ડાયસ્ટોલિક) કરતાં વધુ હોય તે આ હાઈ બ્લડ પ્રેશરનો શિકાર ગણાય છે.
2માંથી 1ને ખબર નથી કે તેમને હાઈ બ્લડ પ્રેશર છે
હાઈ બ્લડ પ્રેશરના વિશ્વમાં 30 થી 79 વર્ષની વય વચ્ચેના દર્દીઓમાંથી માત્ર અડધા એટલે કે 54% લોકોને જ ખબર છે કે તઓને બ્લડ પ્રેશર છે. જ્યારે 42% જ દર્દીઓ હાઈ બીપીની સારવાર લઈ રહ્યા છે. વિશ્વમાં આવા માત્ર 21% દર્દીઓ છે જેમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે. દાવો એવો કરાઈ છે કે વિશ્વમાં દર 3 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરના દર્દી છે. તેમાં પણ 2માંથી 1ને ખબર નથી કે તેમને હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બની ચુક્યા છે.
25 લાખ 66 હજાર લોકો હૃદય રોગનો શિકાર
WHOના 2019ના ડેટામાં જણાવાયા અનુસાર ભારતમાં 18. 80 કરોડ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ છે. જેમાંના 37 ટકા દર્દીઓને તેમના રોગ વિશે ખબર છે. 30 ટકા લોકો સારવાર લઈ રહ્યા છે. અને માત્ર 15 ટકા દર્દીઓનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે. 2019ના આંકડા મુજબ ભારતમાં 25 લાખ 66 હજાર લોકો હૃદય રોગનો શિકાર બન્યા છે. વધુ પડતા મીઠાને લીધે ભારતીયોને હાર્ટ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ભોગવે છે.
ભારતમાં 25 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સરેરાશ મીઠાનું સેવન દરરોજ 10 ગ્રામ છે. WHOતો એવું કહે છે કે દિવસમાં 5 ગ્રામ અથવા તેનાથી ઓછું મીઠું ખાવું જોઈએ.સર્વેના મુજબ જો દરેક વ્યક્તિ ચપટી મીઠું એટલે કે 5 ગ્રામથી ઓછું મીઠું ખાવાના નિયમનું પાલન કરવાનું શરૂ કરે તો હાઈ બીપીને કારણે થતા મૃત્યુમાં 25 ટકા ઘટાડો આવી શકે છે.