Team VTV12:56 PM, 28 Jun 22
| Updated: 01:02 PM, 28 Jun 22
ગુજરાત ભાજપની ટીમ દ્વારા દિલ્હીની શાળાઓમાં રિયાલીટી ચેક કરવા મામલે જીતુ વાઘાણીએ આપ્યુ મહત્વનું નિવેદન
ગુજરાત ભાજપ દ્વારા દિલ્હીમાં સ્કૂલોમાં રિયાલીટી ચેકનો મામલો
દિલ્હી સ્કૂલ મોડેલ બાબતે જીતુ વાઘાણીની સ્પષ્ટતા
ટીમના સભ્યો ભાજપ મીડિયા સેલના વર્કશોપમાં ભાગ લેવા ગયા છેઃ વાઘાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીની જેમ જ દિલ્હીની શાળાઓનું રિયાલીટી ચેક કરીને સત્યતા ઉજાગર કરશે તેવા સમાચાર સામે આવ્યા હતા. ગુજરાત મોડલ અને કેજરીવાલ મોડલ વચ્ચે ચાલી રહેલા વૉર બાદ હવે ગુજરાત ભાજપની ટીમ દિલ્હી જઇને શાળાઓમાં રિયાલીટી ચેક કરશે તેવા સમાચારોએ વેગવંતા બન્યા હતા પરંતુ આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગુજરાત ભાજપની ટીમના સભ્યો દિલ્હીમાં ભાજપ મીડિયા સેલના વર્કશોપમાં ભાગ લેવા ગયા છે. સ્કૂલની મુલાકાત લેવા નહી.
ભાજપનું પ્રતિનિધી મંડળ દિલ્હીની મુલાકાતે
મહત્વનું છે કે દિલ્હીમાં કેજરીવાલના વિકાસના દાવાની સત્યતા પરખવા ગુજરાત ભાજપની ટીમ ગઇ છે.. આ ટીમ શાળાઓમાં જઇને રિયાલીટી ચેક કરશે. ગુજરાત ભાજપની ટીમમાં 17 સભ્યો છે તેવા સમાચારો સામે આવ્યા હતા પરંતુ હવે જીતુ વાઘાણીના નિવેદનથી ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. તેઓએ જણાવ્યું કે મીડીયાનો નેશનલ વર્કશોપ દર વર્ષે થાય છે.ભાજપમાં મીડિયામાં કામ કરતા બીજેપીના આગેવાનો માટેનો આ વર્કશોપ છે. કેન્દ્રની યોજના મુજબ ગુજરાત ભાજપના સભ્યો વર્કશોપમાં ગયા છે. મહત્વનું છે કે ગુજરાત ભાજપનું પ્રતિનિધિ મંડળ બે દિવસ દિલ્હીના પ્રવાસે છે. 17 સભ્યોના પ્રતિનિધી મંડળમાં પૂર્વ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને હાલના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
મનીષ સિસોદિયાએ કર્યું હતુ ટ્વિટ
તો ગુજરાત ભાજપની ટીમ દિલ્હીની શાળામાં રિયાલિટી ચેક કરશે તેવુ સામે આવતા દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યુ હતું. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાત ભાજપની ટીમ દિલ્હી આવી રહી છે. સ્કૂલ, મહોલ્લા ક્લિનિક બતાવવા અમે 5 ધારાસભ્યોની ટીમ બનાવી છે. આતિષી, સૌરભ ભારદ્વાજ અને સંજીવ ઝા તથા કુલદીપકુમાર, ગુલાબસિંહનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.
अख़बार से पता चला कि गुजरात भाजपा की टीम दिल्ली के स्कूल-मोहल्ला क्लिनिक देखने आ रही है। हमने गुजरात की इस टीम के स्वागत के लिए और इन्हें स्कूल व मोहल्ला क्लिनिक दिखाने के लिए 5 विधायकों की टीम बनायी है:
आतिशी,
सौरभ भारद्वाज,
संजीव झा,
कुलदीप कुमार और
गुलाब सिंह।..1/3 pic.twitter.com/R5ljcYrFFE