બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Important police action in Bhavnagar blast

BIG NEWS / યુવરાજસિંહ તોડકાંડ કેસ વધુ મજબૂત થયો, બીજા સાળા શિવુભાનાને ત્યાંથી મળ્યો મહત્વનો પુરાવો, બચવું મુશ્કેલ

Dinesh

Last Updated: 10:58 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળા શિવુભાના મિત્ર સંજય જેઠવાને ત્યાંથી રૂપિયા 25.50 લાખની રોકડ રકમ મળી છે.

  • ભાવનગર તોડકાંડમાં પોલીસની મહત્વની કાર્યવાહી
  • યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી રોકડ રિકવર કરાઈ
  • પોલીસે આરોપી શિવુભાને ત્યાથી રૂ.25.50 લાખ કબજે લીધા


ભાવનગર તોડકાંડમાં પોલીસની મહત્વની કાર્યવાહી સામે આવી છે જેમાં યુવરાજસિંહના સાળા શિવુભાને ત્યાથી વધુ રોકડ રિકવર કરાઈ છે. તમને જણાવી દઈએ કે, પોલીસે આરોપી શિવુભાને ત્યાથી વધુ રૂ. 25.50 લાખ કબજે લીધા છે. 

શિવુભાની ઓફિસના DVR ડિલીટ માર્યાનો પોલીસનો આરોપ
રૂપિયા 25.50 લાખની રોકડ શિવુભાના મિત્રને ત્યાથી મળી આવી છે. આ રકમ શિવુભાના મિત્ર સંજય જેઠવાને ત્યાંથી મળી આવી છે. વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305થી હાર્ડડિસ્ક પણ કબજે લેવાઈ છે. યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ છે જેમની ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ છે. પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી જેમાં પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઠાવવા ઓફિસે બેઠકો થઈની વિગતો છે. 28 માર્ચના પીકેની મેટરમાં ફાઈનલ મીટિંગ શિવુભાની ઓફિસે થઈ હતી તેમજ 30 માર્ચના પ્રદીપ બારૈયા માટેની મીટિંગ પણ શિવુભાની ઓફિસે જ થઈ હતી. શિવુભાની ઓફિસના DVR ડિલીટ માર્યાનો પોલીસનો આરોપ છે. કોમ્પલેક્ષના CCTVના રેકોર્ડિંગ ડિલીટ કરી ૩ વાર ફોર્મેટ માર્યાનો આક્ષેપ પણ કરાયો છે. પોલીસે ડિલીટ કરાયેલા DVR રિકવર કર્યા છે તેમજ શિવુભાએ બિપીન અને ઘનશ્યામને તોડની રકમમાંથી 10 ટકા આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

શિવુભાની વધુ પૂછપરછ SOGની ટીમ કરશે 
તોડકાંડમાં આરોપી અને યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા. ભાવનગરના નિલમબાગ પોલીસમાં શિવુભા હાજર થયા હતા. તેમણે કહ્યું કે, યુવરાજસિંહે ફસાવવાનું કાવતરૂ છે. શિવુભાએ કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે. અમારે કોઇ પૈસાની લેતી દેતી થઇ નથી. અમે પુરાવા એકઠા કરવા મળ્યા હતા. શિવુભાની વધુ પૂછપરછ SOGની ટીમ કરશે તેમજ પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શકયતા છે. ઉલ્લેખનિય છે કે, ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ શિવુભા ફરાર હતા.

પોલીસ કાર્યવાહી
ભાવનગર પોલીસે તોડકાંડમાં મોટી કાર્યવાહી કરી હતી. અગાઉ પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતી. પોલીસે આ 38 લાખ રૂપિયા આરોપી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી રિકવર કર્યા હતાં. આરોપી કાનભાએ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબજે લીધા હતા.આ રકમ તોડકાંડમાં નક્કી થયેલા વહીવટનો એક ભાગ હતો. કાનભાની બેગ સાથેના CCTV પોલીસ અગાઉ જાહેર કરી ચૂકી છે. કુલ 1 કરોડ જેવી રકમનો તોડ થયાનો આરોપ છે જેની સામે પોલીસે 38 લાખની રકમ રિકવર કર્યા છે. આ રકમ કાનભાએ તેના મિત્ર જીત માંડલિયાના ઘરે રાખી હોવાની કબૂલાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ