બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important orders issued to the government officials by the General Administration Department of Gujarat Government

પરિપત્ર / ધારાસભ્ય, સાંસદ, મેયર ફોન કરે તો ઉપાડો, મિસ્ડ કૉલ થાય તો સામેથી કરો: ગુજરાત સરકારે અધિકારીઓને આપવો પડ્યો આદેશ

Malay

Last Updated: 02:45 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Circular of Gujarat Government: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી સરકારી અધિકારીઓને અપાયા મહત્વના આદેશો.

  • અધિકારીઓને પદાધિકારીઓના નંબર સેવ રાખવાની સૂચના
  • ચૂંટાયેલા પદાધિકારીઓના નંબર રાખવા પડશે સેવ
  • ફોન ઉપાડીને વિવેકપૂર્ણ ભાષામાં આપવો પડશે જવાબ

ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને સરકારી અધિકારીઓને મહત્વના આદેશો આપવામાં આવ્યા છે. પરિપત્રમાં સરકારી અધિકારીઓએ ચૂંટાયેલા પદાધિકારીઓના ફોન નંબર સેવ રાખવાની અને તેમના ફોન ઉપાડીને વિવેકપૂર્ણ ભાષામાં જવાબ આપવાની સૂચના આપવામાં આવી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ગુજરાતના CMOમાં વધુ એક ખાસ ફરજ  પરના અધિકારીની નિમણૂંક, AMC ડેપ્યુટી TDO ચૈતન્ય શાહની CMOમાં OSD તરીકે  નિમણૂંક, થોડા દિવસ ...
ફાઈલ ફોટો

સરકારી અધિકારીઓને અપાઈ સૂચના 
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સંસદ તથા વિધાનસભાના સભ્ય કે પ્રજાના ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ જેમ કે જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપતિ કે મેયરના સંપર્ક નંબરો સેવ રાખવાના રહેશે.

વ્યસ્ત હોય તો પછી ફોન કરવાનો રહેશે
તેમજ તેમના દ્વારા સરકારી અધિકારીઓને કચેરી સમય દરમિયાન તેમની કચેરીના લેન્ડલાઈન ફોન ઉપર સંપર્ક કરે અને કોઈ સંજોગોમાં સંબંધિત અધિકારી જે તે સમયે ઉપસ્થિત ન હોય અથવા તો મિટિંગ કે અન્ય રીતે વ્યસ્ત હોય અને તેથી ચૂંટાયેલા પદાધિકારી સાથે વાત કરી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં આવા અધિકારીએ જ્યારે પણ તે કચેરીમાં પરત ફરે અથવા તો વ્યસ્તતામાંથી છૂટા થાય ત્યારે તુરંત જ આવા ચૂંટાયેલા પદાધિકારીઓને સામેથી ફોન કરવો.

ફોન કરનારની બનાવવી પડશે યાદી
પરિપત્રમાં લખ્યું છે કે ચૂંટાયેલા પદાધિકારી જ્યારે સરકારી અધિકારીને તેમની કચેરીના ફોન ઉપર ફોન કરે ત્યારે તેમની ગેર હાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી ખાસ કરીને અધિકારીના અંગત મદદનીશ કે રહસ્ય સચિવ આ ફોનની નોંધ કરી તેની યાદી રાખશે, જે સંબંધિત અધિકારી કચેરીમાં આવે કે તરત જ તેમના ધ્યાન પર આ નોંધની યાદી મુકવાની રહેશે. 

તમામ વિભાગોને અપાઈ સૂચનાઓ
ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે અને યોગ્ય રીતે પાલન કરવા સચિવાલયના સર્વે વિભાગોને જણાવવામાં આવે છે તથા આ સૂચનાઓની તેઓના તાબા હેઠળના સર્વે ખાતાના વડા, કચેરીઓના વડા, બોર્ડ, કોર્પોરેશન તથા નિગમના વડાઓને જાણ કરવા તથા અમલ કરવાની જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે. 

મહુવાના ધારાસભ્યએ ઉઠાવ્યો હતો મુદ્દો
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચૂંટાયેલા પદાધિકારીઓનું સરકારી બાબુઓ સાંભળતા ન હોઈ પદાધિકારીઓ બેબાકળા બન્યા છે. ત્યારે તાજેતરમાં જ મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા આ બાબતે સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. જેને લઈને સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ