બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important news came out about monsoon in Gujarat

આગાહી / ગુજરાતમાં આ વર્ષે મોડું શરૂ હશે ચોમાસું, ખેડૂતો ખાસ નોંધી લેજો તારીખ, હવામાન વિભાગે જુઓ શું કહ્યું

Malay

Last Updated: 03:41 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monsoon forecast: ગુજરાતમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતાઓ છે.

 

  • ગુજરાતમાં મોડું શરૂ થશે ચોમાસું 
  • કેરળમાં 4 જૂનથી વરસાદ શરૂ થવાની સંભાવના
  • ગુજરાતમાં કેરળના 15 દિવસ બાદ શરૂ થશે ચોમાસું

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી લોકોને તોબા પોકારાવી રહી છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે અન્ય પ્રકારના ફેરફાર નહીંવત હોઈ કમોસમી વરસાદની શક્યતા ગાયબ થઈ છે. જોકે,  પુરબહારમાં ખીલી ઊઠેલા ઉનાળામાં અરબી સમુદ્રથી આવતા ભેજવાળા પવનોએ બફારો વધારી દીધો છે. વાદળછાયું વાતાવરણ અને બફારો છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના લોકોને ભારે ગરમી આપી રહ્યો હોય, તેમ છતાં ઉકળાટ વધવાથી લોકો ત્રસ્ત થયા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને મોટુ અપડેટ સામે આવ્યુ છે.

IMD forecast: Monsoon can be delayed in India, rain can be started from 4 june in Kerala

કેરળમાં 4 જૂનથી થઈ શકે છે ચોમાસું શરૂ
રાજ્યમાં ચોમાસું મોડુ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદ સરેરાશ સામાન્યથી મધ્યમ રહેશે. કેરળમાં 4 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ગુજરાતમાં કેરળમાં વરસાદના 15 દિવસ બાદ ચોમાસાની શરૂઆત થશે. એટલે કે ગુજરાતમાં 19 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનુ પુરેપુરી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી: ચોમાસાને લઈને આવ્યા ખુશખબર, જોઈ લો કેવું રહેવાનું છે  આ વખતનું ચોમાસું | monsoon 2022 prediction forecast for this years monsoon  has arrived know how it ...

આજે યોજાઈ હતી મહત્વની બેઠક
આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકાર તેજ થઈ ગઈ છે. હવામાન વિભાગ ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું કે, મુખ્ય સચિવની કામગીરી સંદર્ભે બેઠક યોજાઈ હતી. ગ્રામ્યથી જિલ્લા કક્ષા સુધી વરસાદમાં કેવી કામગીરી થશે તેના એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. 

હવામાન વિભાગની ચોમાસાને લઈને આગાહી
IMDએ પણ જણાવ્યું છે કે, કેરળમાં 4 જૂનથી વરસાદ આવે તેવી શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનથી કેરળમાં પ્રવેશ કરે છે. તેમાં લગભગ 7 દિવસ જેટલું મોડું અથવા વહેલું થવાની શક્યતા રહેતી હોય છે. હવામાન વિભાગના કાર્યાલયે નિવેદન આપતાં કહ્યું કે, આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન થોડું મોડું આવી શકે છે. કેરળમાં ચોમાસું 4 જૂનથી શરૂ થઈ શકે છે. 2022માં દક્ષિણી રાજ્યમાં મોનસૂન 29 મેનાં શરૂ થયું હતું જ્યારે 2021માં 3 જૂનનાં રોજ શરૂ થયું હતું.

ક્યારે પડશે વરસાદ? 
- દેશમાં સામાન્યથી મધ્યમ રહેશે ચોમાસું
- ગુજરાતમાં પણ સરેરાશ સામાન્યથી મધ્યમ રહેશે ચોમાસું
- કેરળમાં મોડું શરૂ થશે ચોમાસું
- સામાન્ય રીતે કેરળ 1 જૂનના આવે છે પહેલો વરસાદ
- આ વર્ષે 4 જૂન સુધી કેરળમાં આવશે વરસાદ
- કેરળમાં વરસાદના 15 દિવસ બાદ ગુજરાત આવશે ચોમાસું
- ગુજરાતના મોટાભાગના જિલ્લામા સામાન્ય રહેશે વરસાદ
- કેટલીક જગ્યાએ સામાન્યથી ઓછો વરસાદ નોંધાઇ શકે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ