બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / IIT kanpur professor dr manindra agrawal says No chance of fourth wave of corona

સાવચેત રહેજો / શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? અગાઉ તમામ સાચી આગાહી કરનાર IIT કાનપુરના પ્રોફેસરે શું કહ્યું જુઓ

Dhruv

Last Updated: 11:34 AM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુર IIT ના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે દાવો કરતા જણાવ્યું કે, 'દેશમાં કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા ઓછી છે.'

  • કાનપુર IIT ના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના દાવાએ મોટી રાહત આપી
  • હવે લોકોની રોગપ્રતિકારક શક્તિ 90% થઈ ગઈ છે
  • લોકોને જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાની સલાહ

દિલ્હી-NCR સહિત દેશના ઘણાં રાજ્યોમાં કોરોનાના સતત વધી રહેલા કેસોએ એક વાર ફરી ટેન્શન વધારી દીધું છે. આવી સ્થિતિમાં હવે દેશમાં કોરોનાની ચોથી લહેરનો ભય સતાવી રહ્યો છે. જો કે, છેલ્લાં બે વર્ષથી કોરોના વિશે સચોટ આગાહી કરનારા કાનપુર IIT ના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના દાવાએ મોટી રાહત આપી છે. અગ્રવાલ ગાણિતિક ફોર્મ્યુલા મોડેલના આધારે આગાહી કરી છે કે, કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા ઓછી છે.

દેશમાં હજુ સુધી કોઈ નવો મ્યુટેન્ટ આવ્યો નથી: મણીન્દ્ર અગ્રવાલ

આગળ જણાવે છે કે, હજુ સુધી કોઈ નવો મ્યુટેન્ટ આવ્યો નથી આથી કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા ઓછી છે. તેમણે એમ પણ કહ્યું કે, હવે લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ 90% થઈ ગઈ છે. પરંતુ જો બેદરકારી દાખવવામાં આવે તો આ મ્યુટેન્ટ ફરી પોતાની અસર બતાવી શકે છે.

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા કેસ અંગે ડૉ. અગ્રવાલ કહે છે કે, તાજેતરમાં જ પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. સાથે શાળાઓ પણ ખુલી ગઇ છે. લોકોએ માસ્કનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. વર્તમાન વેરિઅન્ટને જોતા રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત છે. પર્યાવરણમાં કોરોનાના જૂના મ્યુટેન્ટ છે, તે પોતાની અસર બતાવી રહ્યાં છે. જૂના મ્યુટેન્ટ હજુ ગયા નથી.

દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં પ્રતિબંધો

પ્રો. અગ્રવાલ કહે છે કે, આ અભ્યાસથી માલુમ થાય છે કે સામાન્ય પ્રતિબંધો સાથે કેસમાં પણ ઘટાડો થયો છે, આથી ચોક્કસપણે યુપી સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોની કોવિડના કેસોને ઘટાડવામાં સારી એવી અસર કરશે.

વર્તમાન વેક્સિનની ક્ષમતા પર

તેઓનું કહેવું છે કે, આ રસી વર્તમાન વેરિઅન્ટ વિરૂદ્ધ સંપૂર્ણપણે કાર્યક્ષમ છે. કોઈ પણ રસી સંક્રમણને અટકાવી શકતી નથી, પરંતુ હાં તેનાથી કોઈ ગંભીર રોગ થશે નહીં અને બીજી વેક્સિનની પણ જરૂર નથી, કારણ કે અભ્યાસ આ રસીની સાથેના વેરિઅન્ટ વિરૂદ્ધ સારા એવાં પરિણામો દર્શાવી રહી છે. તેઓએ લોકોને જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. મોટા પાયે સંક્રમણ ટાળવા માટે નિયમિતપણે સેનિટાઇઝિંગ કરવું જોઈએ. આપણે જેટલાં કેસોને જોઇએ છીએ તે લાંબા સમય સુધી નહીં રહે. આ અમારું ગાણિતિક મોડેલ દર્શાવે છે.

સચોટ આગાહી માટે સન્માનિત થઇ ચૂક્યાં છે ડૉ. અગ્રવાલ

તમને જણાવી દઇએ કે, IIT ના પ્રો. મણીન્દ્ર અગ્રવાલ કોરાના કાળમાં બીજી અને ત્રીજી લહેરમાં ગાણિતિક મોડલ રજૂ કરી ચૂક્યાં છે. તેઓએ દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કોરાનાના પીક ટાઇમ અને અંતનું સચોટ આકલન કર્યું હતું. પ્રો. અગ્રવાલને એ માટે સમ્માનિત પણ કરવામાં આવી ચૂક્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ