બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / if you invest money in crypto or have property abroad then you must mention in

ITR / Cryptoમાં રોકાણ કે વિદેશમાં હોય પ્રોપર્ટી તો IT રિટર્નમાં આટલું ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો થશે મોટું નુકસાન

Manisha Jogi

Last Updated: 09:31 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે હવે તમારી પાસે બે સપ્તાહ કરતા પણ ઓછો સમય છે. 31 જુલાઈ 2023 સુધીમાં ITR ફાઈલ કરવાનું રહેશે. આ બાબતોનું રાખો ખાસ ઘ્યાન.

ઉતાવળમાં ITR ફાઈલ કરવાથી ભૂલ થઈ શકે છે
ITR ફાઈલ કરતા સમયે ના કરવી જોઈએ આ ભૂલ
વિદેશી સંપત્તિમાં રોકાણ કર્યું હોય તો આ બાબતનું રાખો ખાસ ધ્યાન

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે હવે તમારી પાસે બે સપ્તાહ કરતા પણ ઓછો સમય છે. 31 જુલાઈ 2023 સુધીમાં ITR ફાઈલ કરવાનું રહેશે. ઓછા સમયમાં ITR ફાઈલ કરવાને કારણે તમે કેટલીક ભૂલ કરી બેસો છો, જેના કારણે રિટર્ન રદ્દ થઈ શકે છે. અહીંયા અમે તમને એવી બાબતો અને ભૂલો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારે ITR ફાઈલ કરતા સમયે ના કરવી જોઈએ. 

રિટર્ન ફાઈલ ના કરવું
રિટર્ન ફાઈલ ના કરવું તે સૌથી મોટી ભૂલ છે. અનેક લોકો ITR ફાઈલ કરતા નથી. અનેક લોકો માને છે કે, તેમની ટેક્સેબલ ઈન્કમ 2.5 લાખ રૂપિયાની મૂળ છૂટ રકમ કરતા અલગ છે. આ કારણોસર અનેક લોકો રિટર્ન ફાઈલ કરતા નથી. રિટર્ન ફાઈલ કરવાથી કોઈ છૂટ મળતી નથી. જો તમે 80C, 80D અને EC હેઠળ કપાત શામેલ કરો તો મૂળ રકમ છૂટની રકમ કરતા ઓછી થઈ જાય છે. 

જો તમારી આવક 4 લાખ રૂપિયા છે. તમે 1.5 લાખ રૂપિયાની કપાતનો દાવો કરો તો, કર યોગ્ય આવક સીમા કરતા ઓછી થઈ જશે. તેમ છતાં તમારે રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. આ પ્રકારે ના કરવાથી IT નોટીસ મોકલી શકે ચે. 

આ પરિસ્થિતિમાં પણ ITR ફાઈલ કરી શકો છો
તમારુ વીજળી બિલ વર્ષમાં 1 લાખ રૂપિયા કરતા વધુ આવે છે અથવા વિદેશ યાત્રાનો ખર્ચ 2 લાખ રૂપિયા કરતા વધુ હોય તો, ITR રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. આ પરિસ્થિતિમાં તમારી આવક મૂળ છૂટ સીમા કરતા વધુ ના હોય તો પણ ITR ફાઈલ કરવાનું રહેશે.  

તમારી પાસે કોઈ વિદેશી સંપત્તિ- ESOP અથવા વિદેશી કંપનીઓના શેર એક દિવસ માટે પણ હોય તો તમારે ITR રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. આ પરિસ્થિતિમાં તમારી આવક મૂળ છૂટ સીમા કરતા વધુ ના હોય તો પણ ITR ફાઈલ કરવાનું રહેશે. ઉપરાંત ITR ફોર્મમાં વિદેશી સંપત્તિનો ખુલાસો પણ કરવાનો રહેશે. 

ક્રિપ્ટોકરન્સી પર ITR ફાઈલ
પહેલુ એવુ વર્ષ છે, જેમાં ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ વિશે ઉલ્લેખ કરવો જરૂરી છે. વર્ષ 2022-23માં તમારી કોઈ ક્રિપ્ટો આવક છે. તો તમારે ITR-2 અથવા ITR-3નો ઉપયોગ કરવાનો રહેશે. આ પરિસ્થિતિમાં ITR-1 અને ITR-4નો ઉપયોગ નહીં કરી શકાય. તમારે શિડ્યુલ VDAમાં તમામ વિગતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. જે ક્રિપ્ટોકરન્સીમાં કોઈ ગિફ્ટ આપવામાં આવી હોય તો તેના પર પણ આ નિયમ લાગુ રહેશે. 

ક્રિપ્ટો માટે કયુ ફોર્મ ભરવુ
તમે ક્રિપ્ટો લાભને મૂડીગત લાભ તરીકે જુઓ છો, તો તમે ITR-2નો ઉપયોગ કરી શકો છો. જો તમે ક્રિપ્ટો લાભને બિઝનેસ આવક તરીકે પસંદ કરો છો, તો ITR-3નો ઉપયોગ કરીને રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. તમારી આવક ટેક્સેબલ ના હોય તેમ છતાં આ નિયમ લાગુ પડે છે. 

AIS ખૂબ જ જરૂરી
AISની શરૂઆતની સાથે કોઈપણ આવક છુપાવવી તે સંભવ બનતું નથી. આ કારણોસર રિટર્ન ફાઈલ કરતા પહેલા AIS ચેક કરવું જરૂરી છે. જો તમને કોઈ ભૂલ દેખાય તો ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ