બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / If you have started having pain in your hands and feet at a young age, then add these items to your diet today, the bones will become strong.

Health Tips / નાની ઉંમરમાં જ હાથ-પગમાં દુખાવો થવા લાગ્યો છે તો આજે જ ડાઈટમાં ઉમેરો આ વસ્તુઑ, હાડકાં બનશે મજબૂત

Megha

Last Updated: 05:59 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાડકામાં કમજોરી આવવાનું કારણ કેલ્શિયમની ખામી હોય શકે છે. એટલા માટે આપણે દરરોજ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો જોઈએ.

  • હાડકામાં કમજોરી આવવાનું કારણ કેલ્શિયમની ખામી હોય શકે
  • દરરોજ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો જોઈએ. 
  • દૂધમાં જ નહીં આ વસ્તુઓ પણ છે કેલ્શિયમથી ભરપૂર 

આજકલ નાની ઉંમરમાં લોકો પગ દુખાવા કે શરીરના અનેક ભાગોમાં દુખવાની ફરિયાદ કરતાં રહેતા હોય છે અને તેની પાછળનું કારણ છે લોકોની લાઈફ સ્ટાઈલ અને ખવાપીવાની આદતો. કેલ્શિયમ એ ખનીજમાંથી એક છે જે શરીર માટે ઘણું આવશ્યક છે. હાડકામાં કમજોરી આવવાનું કારણ કેલ્શિયમની ખામી હોય શકે છે. એટલા માટે આપણે દરરોજ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો જોઈએ. 

આપણે બધા જાણીએ છીએ કે દૂધ માંથી સૌથી વધુ માત્રામાં કેલ્શિયમ મળે છે. નાનપણથી જ આપણા વડીલો આપણે દૂધ પીવા માટે કહેતા હતા કારણ કે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિય હોય છે. પણ દૂધ એક માત્ર એવો ખોરાક નથી જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે આજે અમે તમને એવા બીજા ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. 

કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ 
સોયાબીન 

સૂકા અને શેકેલા બંને પ્રકારના સોયાબીન કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. અડધા કપ સોયાબીનમાંથી શરીરને 175mg કેલ્શિયમ મળે છે. તમે સોયાબીનને નાસ્તામાં પણ ખાઈ શકો છો અને તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો.

પાલક 
પાલક એવ એવી શાકભાજી છે જે બજારમાં સહેલાઈથી મળી રહે છે. પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને સાથે સાથે આર્યન પણ મળી રહે છે. 100 ગ્રામ પાલકમાં 99 mg કેલ્શિયમ મળી રહે છે. 

રાગી 
રાગીથી અનેક પ્રકારની વાનગીઓ બની શકે છે. રાગી ઢોસા, ઇડલી અને ઉત્તપમ લોકોને ઘણા પસંદ પડે છે. રાગીમાં ઘણા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. 100 ગ્રામ રાગીમાં 344-364mg કેલ્શિયમ મળી રહે છે. 

ગોળ 
100 ગ્રામ ગોળમાં 363mg જેટલું કેલ્શિયમ મળી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ